સોનાક્ષી સિંહા MMTC-PAMPનો ચહેરો બની, ‘સોના સહી હૈ’ કેમ્પેઈન સાથે ભારતની સુવર્ણ લેગસીનો પ્રચાર કરશે

નવી દિલ્હીઃ ભારતની અગ્રણી પ્રેસિયસ મેટલ કંપની અને LBMAનું એક્રેડિટેશન ધરાવનાર એકમાત્ર સોના-ચાંદી રિફાઈનર MMTC-PAMP દ્વારા તેની સૌપ્રથમ સેલિબ્રિટી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનાક્ષી સિંહાના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનાક્ષી આ કંપનીના ‘સોના સહી હૈ’ કેમ્પેનનો ચહેરો બનશે.
તહેવારો નજીક આવ્યા છે ત્યારે MMTC-PAMP અને સોનાક્ષી સિંહા વચ્ચેનું આ જોડાણ માત્ર સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટથી કંઈક વિશેષ છે. આ એક પ્રકારે બ્રાન્ડ વેલ્યુનું જોડાણ છે, જે ભારતીય ગ્રાહકોને સૌથી સલામત રિફાઈનર પાસેથી અત્યંત શુદ્ધ સોનું અને ચાંદીની ખરીદી કરવા અને તેમાં રોકાણ કરવાની સુવર્ણ તક પૂરી પાડે છે.
MMTC-PAMPના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી સમિત ગુહાએ આ ભાગીદારીને આવકારી છે અને ‘સોના સહી હૈ’ કેમ્પેન વિશે બોલતાં કહ્યું કે, “સોનાક્ષી સિંહાને MMTC-PAMPના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આવકારતા અમે રોમાંચ અનુભવીએ છીએ. પ્રેક્ષકો સાથેનું તેનું વાસ્તવિક જોડાણ શ્રેષ્ઠ અને સૌથી શુદ્ધ પ્રેસિયસ મેટલ ભારતીય ગ્રાહકોને પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. Sonakshi Sinha becomes the face of MMTC-PAMP, celebrates ‘Asli Sona’ of India’s gold legacy with ‘Sona Sahi Hai’ campaign
અમારું નવું કેમ્પેઈન સોનામાં રોકાણને સર્વવ્યાપી બનાવવાના વિઝનનું પ્રતિનિધિત્વ કરે છે, અને પ્રત્યેક ભારતીય પરિવારને સોનાની બાબતમાં પુરવાર થયેલા સૌથી સલામત મૂડીરોકાણ માટે સુલભ, પારદર્શી, સરળ તથા સુસંગત બનાવે છે. તે ઉપરાંત, આ કેમ્પેઈનનો હેતુ આ સૌથી કીમતી ધાતુ અંગે ભારતીયોની ધારણાને પરિવર્તિત કરવાનો આશય ધરાવે છે, એ દ્વારા સોનું એ માત્ર પરંપરા નહીં પરંતુ સ્માર્ટ, આધુનિક રોકાણની પસંદગી બનાવે છે.”
આ બહુવિધલક્ષી કેમ્પેઈનમાં MMTC-PAMPનાં ‘સોને કી ચિડિયા’ ગોલ્ડ બાર, લોટસ ગોલ્ડ બાર તથા બન્યન ટ્રી સિલ્વર બાર જેવાં વિશિષ્ટ ઉત્પાદનો દર્શાવવા ઉપરાંત તેની 999.9+ કરતાં વધુ શુધ્તતા અને ઉત્તમ સ્વિસ કારીગીરી પર ભાર મૂકે છે. આ રચનાત્મક કેમ્પેઈન દ્વારા સોનાને સ્માર્ટ રોકાણ વિકલ્પ તરીકે રજૂ કરે છે જે પરંપરાગત રોકાણોને હાંસિયામાં ધકેલી દે છે. તે સાથે સોના માટે ભારતીય પરિવારોમાં ભેટ-સોગાત અને વારસાગત પરંપરાના ભાવનાત્મક મૂલ્યને ચિહ્નિત કરેર છે.
Link to the TVC: https://www.youtube.com/watch?v=Rlw-KxxrzP0
Link to the TVC (Instagram): https://www.instagram.com/reel/DPO2dfmAkD_/?hl=en
આ કેમ્પેઈન અંગે અભિપ્રાય આપતા માર્કેટિંગ અને ઈકોમર્સના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી કશિશ વસિષ્ઠે જણાવ્યું કે, “સુશ્રી સોનાક્ષી સિંહા ખૂબ જાણીતા અને પ્રસિદ્ધ અભિનેત્રી છે. અમારા ‘સોના સહી હૈ’ કેમ્પેઈનમાં તેમની હાજરી MMTC-PAMPના ડિજિટલ ગોલ્ડથી માંડીને જરૂરિયાત મુજબના ફિઝિકલ ઉત્પાદનો સહિતના નવીન સોલ્યુશન્સને દર્શાવે છે,
જેના દ્વારા અમારા ગ્રાહકોની વિવિધ પસંદગી તેમજ અપેક્ષાઓ પૂર્ણ થાય છે. અમારા શ્રેષ્ઠ સ્વિસ કારીગીરીનાં ધોરણો, LBMA પ્રમાણપત્ર તથા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અંગે ઊંડી સમજ સાથે અમે પરંપરા અને ઇનોવેશન વચ્ચેના તફાવતને વિશિષ્ટ રીતે દૂર કરીએ છીએ. આ કેમ્પેઈન અમને નવા લોકો સુધી પહોંચવામાં મદદ કરશે, તથા શુદ્ધતા, વિશ્વાસ અને સાનુકૂળતાના અમારા વચનને સુનિશ્ચિત કરશે, કેમ કે આ બાબતોએ MMTC-PAMPને ભારતની સૌથી વિશ્વાસપાત્ર પ્રેસિયસ મેટલ બ્રાન્ડ બનાવી છે.”
‘સોના સહી હૈ’ કેમ્પેઈન દ્વારા MMTC-PAMPના શુદ્ધતમ સોના-ચાંદીના ઉત્પાદનોને હાઈલાઈટ કરવામાં આવશે તેમજ બેંક ગ્રેડ વોલ્ટમાં સલામત રાખવામાં આવતા 24 કેરેટના 999.9+ શુદ્ધ ડિજિટલ સોનામાં રોકાણ જેવી સેવાને સુનિશ્ચિત કરશે.
આ ડિજિટલ સોનાને એ જ ભાવે 24 કેરેટના 999.9+ શુદ્ધતમ સોનાની લગડીઓ તેમજ સિક્કાના સ્વરૂપમાં રિડીમ કરી શકાશે. તે ઉપરાંત ગ્રાહકો અને રોકાણકારો MMTC-PAMPની વેબસાઈટ અથવા એપ દ્વારા સોનાના ફિઝિકલ ઉત્પાદનો ખરીદી શકશે, જે તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ ઉત્પાદનો લગ્ન, તહેવાર જેવા પ્રસંગોએ વ્યક્તિગત અને કોર્પોરેટ ગિફ્ટ બની શકે છે અને તેના દ્વારા શુદ્ધતમ સોનાનાં ઉત્પાદનો સાથે સંબંધોનું બંધન પણ શુદ્ધતમ બની શકે.
MMTC-PAMP દ્વારા ઉત્પાદિત પ્રત્યેક પ્રોડક્ટ શુદ્ધતાની આકરી કસોટીમાંથી પસાર થાય છે જેથી 99.99%+ (999.9+) શુદ્ધતા સુનિશ્ચિત થાય. વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરવા પ્રત્યેક MMTC-PAMP ઉત્પાદનમાં એક વિશિષ્ટ નંબર હોય છે અને તેનું પેકિંગ એસ્સાયર પ્રમાણિત મિન્ટેડ કાર્ડમાં થાય છે. MMTC-PAMP પાસેથી ખરીદવામાં આવતી પ્રત્યેક સોના-ચાંદીની પ્રોડક્ટ પોઝિટિવ વેઈટ ધરાવે છે
અર્થાત પ્રત્યેક સિક્કો અથવા લગડીનું વજન તેના નિર્ધારિત વજન કરતાં વધુ હોય છે, જેથી ગ્રાહકોને તેમના રોકાણ માટેનું સર્વોચ્ચ મૂલ્ય પ્રાપ્ત થાય. MMTC-PAMP ઉત્પાદનો તેના એક્સક્લુઝિવ સ્ટોર, અગ્રણી ભાગીદારો જ્વેલરો, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરાંત ગૂગલ પ્લે અને એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ એપ્લિકેશન્સ અથવા સીધી MMTC-PAMPની વેબસાઈટ https://www.mmtcpamp.com/shop મારફત ઉપલબ્ધ છે.