ઇંગ્લેન્ડ માટે લિન્સે સ્મિથે માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી

ઇંગ્લેન્ડે આ મેચ દસ વિકેટથી જીતી
સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમ માત્ર ૬૯ રનમાં આઉટ
ગુવાહાટી,આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં શુક્રવારે સાઉથ આફ્રિકન ટીમનો ધબડકો થયો હતો અને ઇંગ્લેન્ડ સામે તે માત્ર ૬૯ રનમાં આઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડે આ મેચ દસ વિકેટથી જીતી લીધી હતી.આ સાથે ઇંગ્લેન્ડ વિમેન્સ ટીમે વર્લ્ડ કપના અભિયાનનો મજબૂત પ્રારંભ કર્યાે હતો. અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં તેની ૫૦ ઓવર પૂરી કરી શક્યું ન હતું અને ૨૦.૪ ઓવરમાં ૬૯ રન કરીને આઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમે ૧૪.૧ ઓવરમાં વિના વિકેટે આ ટારગેટ વટાવી દીધો હતો.
ઇંગ્લેન્ડ માટે લિન્સે સ્મિથે માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. તેના સિવાય કેપ્ટન નેટ સિવર બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન અને ચાર્લી ડીને બે બે વિકેટ લીધી હતી. નેટ સિવરે તો તેની બે વિકેટ માટે માત્ર પાંચ રન આપ્યા હતા. સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમ માટે એક માત્ર સિનોલા જાફટાએ જ ડબલ ફિગર સુધી પહોંચીને ૨૨ રન ફટકાર્યા હતા. બાકીની તમામ બેટર નજીવા સ્કોરે આઉટ થઈ ગઈ હતી.૫૦ ઓવરમાં ૭૦ રનના આસાન ટારગેટ સામે રમતાં ઇંગ્લેન્ડ વિમેન્સ માટે ઓપનર અને વિકેટકીપર-બેટર એમી જોન્સે ૫૦ બોલમાં અણનમ ૪૦ રન ફટકાર્યા હતા તો ટેમ્મી બ્યુમોન્ટ ૨૧ રન ફટકારીને અણનમ રહી હતી.ss1