Western Times News

Gujarati News

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે ગૂગલ અને યુટ્યુબ વિરુદ્ધ દાવો માંડ્યો

આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ થશે

બચ્ચન પરિવારે યુટ્યુબ પર સામગ્રીની દેખરેખ અને થર્ડ પાર્ટી ટ્રેનિંગ પોલિસી પર ચિંતા વ્યક્ત કરી

મુંબઈ,અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને ગૂગલ અને યુટ્યુબ સામે કાયદેસરના પગલા લેવાનું નક્કી કર્યું છે, જેમાં છૈં-જનરેટેડ ડીપફેક્સ દ્વારા તેમનાં ફોટો અને વિડિયોના કથિત દુરુપયોગ બદલ ૪ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. ઐશ્વર્યા અને અભિષેકે અગાઉ તેમનાં વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે પણ દાવો કર્યાે હતો, તેમણે વિવિધ પ્લેટફોર્મ પર અનુમતિ વિના નકારાત્મક રીતે એડીટ કરેલી સામગ્રીને અનિયંત્રિત રીતે ફેલાવવા દેવાનો આરોપ લગાવ્યો હતો.

કેટલાક અહેવાલ મુજબ, બચ્ચન પરિવારે યુટ્યુબ પર સામગ્રીની દેખરેખ અને થર્ડ પાર્ટી ટ્રેનિંગ પોલિસી પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યાે છે કે તેઓ આ રીતે તસવીરો અને વીડિયોના દુરુપયોગ માટે જગ્યા પુરૂ પાડે છે. તેમના કોર્ટ ફાઇલિંગમાં જણાવાયું છે કે, “એઆઈ મોડેલ્સને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતી આવી સામગ્રી કોઈ પણની ગુપ્તતાનું ઉલ્લંઘન કરતી સામગ્રીના ઉપયોગના પ્રમાણને વધારી શકે છે – કારણ કે આ પ્રકારની સામગ્રી પહેલા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે અને લોકો દ્વારા જોવામાં આવે છે, અને પછી લોકોને આ અંગે તાલીમ આપવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.”

તેમણે નોંધાવેલી ફરિયાદમાં તેમણે આ બાબતને ભયંકર અને જાતીય રીતે સ્પષ્ટ ડીપફેક વિડિયો ઓનલાઇન પ્રસારિત કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યાે છે. આવી એક ચેનલ, એઆઈ બોલિવૂડ ઇશ્ક પર સેલિબ્રિટીઝના ચહેરાનો ઉપયોગ કરીને દર્શાવતી ૨૫૦થી વધુ નકલી એડિટ કરેલી ક્લિપ્સ દર્શાવે છે, જેમાં ઘણા વિડિયોઝને લાખો વ્યૂઝ મળ્યા છે.

તેમાં કથિત રીતે ઐશ્વર્યા રાય બચ્ચનને પૂલમાં સલમાન ખાન સાથે અને અભિષેક બચ્ચનને બનાવટી સિક્વન્સમાં દર્શાવતી નકલી ક્લિપ્સ સામેલ છે જ્યાં તે અચાનક કોઈ અભિનેત્રીને ચુંબન કરે છે અથવા એડિટ કરીને મુકેલા સીન પર ગુસ્સે થાય છે. ગયા મહિને, દિલ્હી હાઈકોર્ટે ગૂગલના વકીલને વિગતવાર લેખિત જવાબ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ મુદ્દે આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ થવાની છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.