રિતિકને બહુપ્રતિભાશાળી સ્ટોરી ટેલર બનવાનું સપનું

રિતિક છેલ્લા ત્રણ વર્ષથી એક કોન્સેપ્ટ પર કામ કરી રહ્યો છે અને તે પોતે આ શોનું પ્રોડક્શન અને તેની પ્રક્રિયા પર નજર રાખશે
રિતિક બનશે પ્રોડ્યુસર, પ્રાઇમ વીડિયો માટે બિગ બજેટ વેબ સિરીઝ બનાવશે
મુંબઈ, બોલિવૂડમાં ગ્રીક ગોડ તરીકે જાણીતો રિતિક રોશન હવે પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરીને પોતાની કૅરિઅરની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરવા જઈ રહ્યો છે. દાયકાઓ સુધી પોતાની એક્ટિંગથી બોક્સ ઓફિસ પર રાજ કર્યા પછી હવે રિતિક પોતાના એચઆરએક્સ ફિલ્મ્સ બેનર હેઠળ સક્રિય રીતે પ્રોડ્યુસર તરીકે કામ કરવાનું શરૂ કરી રહ્યો છે. એવા અહેવાલો છે કે તેનું પ્રોડક્શન હાઉસ એમેઝોન પ્રાઇમ વીડિયો માટે એક મોટા બજેટની વેબ સિરીઝ બનાવી રહ્યું છે.
અગાઉ રિતિક સુપર ૩૦માં સાઇલન્ટ પ્રોડ્યુસર તરીકે ૨૦૧૯માં કામ કરી ચુક્ય છે, ત્યારે હવે મોટા પ્રોજેક્ટમાં તે પહેલી વખત પ્રોડ્યુસર તરીકે સક્રિયપણે પોતાની સફર શરૂ કરશે. રિતિક છેલ્લા ત્રણ વર્ષથી એક કોન્સેપ્ટ પર કામ કરી રહ્યો છે અને તે પોતે આ શોનું પ્રોડક્શન અને તેની પ્રક્રિયા પર નજર રાખશે.જોકે, હજુ આ સિરીઝના કાસ્ટિંગ કે તેની વાર્તા અંગે દરેક બાબત ગુપ્ત રખાઇ છે, પરંતુ એવી ચર્ચા છે કે આ એક જકડી રાખે એવી સોશિયલ થ્રિલર સિરીઝ હશે. આ સિરીઝમાં અનેક વળાંકો, અનેક આવરણોવાળા જટીલ પાત્રો અને ગંભીર વાર્તા હશે, આ સિરીઝનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ જશે એવી અપેક્ષા છે.
રિતિક માટે પ્રોડક્શન હાઉસ શરૂ કરવું એટલે માત્ર કોઈ કન્ટેન્ટને આર્થિક સહકાર આપવા પૂરતું નથી, પરંતુ તે મૂળમાંથી કોઈ પ્રોજેક્ટ પર કામ કરવા માગે છે. હવે એચઆરએક્સ ફિલ્મ્સ હેઠળ, તે એક એવું પ્લેટફર્મ ખડું કરવા માગે છે કે, જેનાથી તેનું કૅરિઅર વિસ્તારવાની સાથે નવા જમાનાની સ્ટોરી ઓટીટીના ઓડિયન્સ સુધી લઇ જવા માગે છે. રિતિકનું આવનારું વર્ષ કામથી ભરચક રહેવાનું છે, તે એકસાથે ઘણા કામો સાથે વ્યસ્ત છે.
એક તરફ તે ૨૦૨૬માં ક્રિશ ૪ના ડિરેક્ટર તરીકે કામ આગળ વધારવાની તૈયારી કરી રહ્યો છે, જેણે તેને દેશનો પહેલો સુપરહિરો બનાવ્યો. હવે તેની આગળની સ્ટોરી કઈ દીશામાં આગળ વધે છે, તે જોવા ક્રિશ ફૅન્સ આતુર છે. આ રીતે રિતિક હવે ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પોતાની કૅરિઅર સાથે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન બનાવવા માગે છે, તે મા એક્ટર બની રહેવાને બદલે બહુપ્રતિભાશાળી સ્ટોરી ટેલર બનવા માગે છે.ss1