ધનશ્રી ચહલનું નામ લઈને વિક્ટિમ કાર્ડ રમે છે?

રિયાલિટી શામાં અહાના કુમારે ખોલી પોલ
‘રાઇઝ એન્ડ ફોલ’ શો માં ધનશ્રીને હંમેશા ચહલ સાથેના સંબંધો અને છૂટાછેડાને લઈને વાતચીત કરતા જોવા મળી
મુંબઈ, એક્ટ્રેસ આહાના કુમરા રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માંથી બહાર થઈ ગઈ છે. આ શોમાં તેની સૌથી વધુ વાતચીત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા સાથે થતી હતી. એક ઇન્ટરવ્યૂમાં આહાનાએ ધનશ્રી અને ચહલના છૂટાછેડા અંગે પ્રતિક્રિયા આપી છે. આહાનાએ કહ્યું કે શોમાં ધનશ્રી પીડિત બનવાનો નાટક કરી રહી છે.
‘રાઇઝ એન્ડ ફોલ’ શો માં ધનશ્રીને હંમેશા ચહલ સાથેના સંબંધો અને છૂટાછેડાને લઈને વાતચીત કરતા જોવા મળી છે. હવે શોમાંથી બહાર થયા બાદ આહાના કુમરાએ ધનશ્રીના સંબંધો વિશે વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે આહાનાને ધનશ્રી વિશે પૂછવામાં આવ્યું તો પહેલા આહાનાએ જણાવ્યું કે તેણે કોઇની ખાનગી જીવનમાં દખલ દેવાનો શોખ નથી. આહાનાએ સ્પષ્ટ કર્યું શોમાં તેણે ધનશ્રીને તેના લગ્ન વિશે ભાગ્યે જ કોઈ પ્રશ્ન પૂછયો હશે. તેણે કહ્યું કે.’ધનશ્રીના લગ્ન કોની સાથે થયા, કેમ થયા..
મે આ બાબતે ક્યારે નથી પૂછયું, પણ ધનશ્રીએ મને બધુ જણાવી દીધું. તેનાથી અંદાજો આવે છે કે તે આ શોમાં શું કામ આવી છે અને શું રમી રહી છે’. આહાનાએ કહ્યું કે, ‘ધનશ્રીએ આ શો માં પોતાના અંગત જીવન વિશે ઘણી વાતચીત કરી છે. મને પહેલા એવું નહોતું લાગતું એક મહિલા હોવાના કારણે તે પોતાની વાત શેર કરી રહી છે. પણ સમય વીતી ગયો છતાં પણ એકની એક વાત કરતી હોવાથી આ મુદ્દે મારુ મન ભરાઈ ગયું. મને બિલકુલ પસંદ નથી કે કોઇ શો માં પોતાની અંગતવાત કરી પીડિત બનવાનું નાટક કરે. અમે બધાએ ધનશ્રીની વાત સાંભળી છે. પણ હવે તેને આગળ વધવું જોઈએ’.ss1