BVG ઈન્ડિયાએ 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 2.85 કરોડ શેર વેચાણ માટેની ઓફર માટે DRHP ફાઇલ કર્યું

DRHP Link: https://bvgindia.com/wp-content/uploads/2025/10/BVG_DRHP.pdf
Mumbai, દેશની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ (આઈએફએમ) સર્વિસીઝ પ્રોવાઇડર અને પૂણેમાં મુખ્યમથક ધરાવતી બીવીજી ઈન્ડિયા લિમિટેડે તેના આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યુ છે.
આ ઇશ્યૂમાં રૂ. 300 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરધારકો દ્વારા 2.85 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમ પૈકી રૂ. 250 કરોડ ઋણની પૂર્વચુકવણી કે ચુકવણી માટે ફાળવવામાં આવશે જ્યારે બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફાળવવામાં આવશે. BVG India Files DRHP for ₹300 Crore Fresh Issue and OFS of 2.85 Crore Shares.
કંપની ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ (આઈએફએમ), ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસીસ (ઈઆરએસ) અને એન્વાયર્મેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી સર્વિસીસ (ઈએસએસ) એમ ત્રણ બિઝનેસ વર્ટિકલ્સ દ્વારા કામગીરી કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, હેલ્થકેર, શિક્ષણ, સરકાર અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે. આઈએમએફ હેઠળ બીવીજી ઈન્ડિયા મિકેનાઇઝ્ડ હાઉસકીપિંગ,
જેનિટોરિયલ સર્વિસીઝ, ઇન્ડસ્ટ્રીયલ હાઉસકીપિંગ, મેનપાવર સપ્લાય, સિક્યોરિટી, ઓફિસ સપોર્ટ અને રિટેલ ફ્યુઅલ આઉટલેટ મેઇન્ટેનન્સ જેવી સોફ્ટ સર્વિસીઝ પૂરી પાડે છે. હાર્ડ સર્વિસીઝમાં ઇલેક્ટ્રો-મિકેનિકલ વર્ક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ (એમઈપી) સર્વિસીઝ, રિપેર્સ અને મેઇન્ટેનન્સ, રોડ મેનેજમેન્ટ, સિટી ક્લિનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણીનો અને સ્પેશિયલાઇઝ્ડ સર્વિસીઝમાં ઇવી બસ મેનેજમેન્ટ સહિત કેટરિંગ, પેઇન્ટ-શોપ ક્લિનિંગ,
બેક-ઓફિસ સપોર્ટ, લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને ફ્લીટ ઓપરેશનનો સમાવેશ થાય છે. કંપની ભારતીય રેલ્વે માટે એક વિશ્વસનીય ભાગીદાર પણ છે, જે સ્ટેશન ફેસિલિટી ઓપરેશન્સ મેનેજ કરે છે, રોલિંગ સ્ટોક અને ટ્રેક મેઇન્ટેનન્સ કરે છે અને ઓન-બોર્ડ હાઉસકીપિંગ કરે છે.
ઈઆરએસ દ્વારા, બીવીજી ઈન્ડિયાએ ભારતમાં પોલીસ ઇમરજન્સી રિસ્પોન્સની પહેલ કરી છે અને એડવાન્સ્ડ મેડિકલ ડિવાઇસીસથી સજ્જ અને ડોકટરો સાથેનો સ્ટાફ ધરાવતી એમ્બ્યુલન્સ રજૂ કરી છે. નોંધપાત્ર રીતે, બીવીજી ઈન્ડિયાએ ડોકટરો સાથે સ્ટાફ ધરાવતી એમ્બ્યુલન્સની પ્રથા રજૂ કરી હતી અને ઇમર્જન્સી મેડિકલ કેર માટે નવા માપદંડો સ્થાપિત કર્યા હતા
તથા જાહેર સેવા વિતરણમાં તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું હતું. ઈએસએસ હેઠળ, તે વેસ્ટ મેનેજમેન્ટ, હોર્ટિકલ્ચર, લેન્ડસ્કેપિંગ, વનીકરણ, તળાવોના કાયાકલ્પ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પ્રદાન કરે છે, જ્યારે દેશભરમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે સોલાર મોડ્યુલનું ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન તથા મેઇન્ટેનન્સ પણ કરે છે.
31 માર્ચ 2025 સુધીમાં, બીવીજી ઈન્ડિયા દેશભરમાં 2,218 એક્ટિવ સાઇટ્સમાં કામ કરતા 85,000થી વધુ કર્મચારીઓ ધરાવતી હતી જે તેને ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં સૌથી મોટા રોજગારદાતાઓમાંની એક બનાવે છે. નાણાંકીય વર્ષ 2025 માટે, કંપનીએ કામગીરીમાંથી રૂ. 3,301.8 કરોડની આવક, રૂ. 3,319.5 કરોડની કુલ આવક અને રૂ. 207.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે 17.44 ટકાના સ્વસ્થ રિટર્ન ઓન ઇક્વિટી (આરઓઈ) દર્શાવે છે. તેનું મજબૂત નાણાંકીય પ્રદર્શન અને વૈવિધ્યસભર બિઝનેસ મોડેલ નફાકારકતા જાળવી રાખીને કામગીરીને સ્કેલ કરવાની તેની ક્ષમતા દર્શાવે છે.
આ આઈપીઓ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ દ્વારા મેનેજ કરવામાં આવશે જેમાં એમયુએફજી ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર તરીકે કામ કરશે.
2024માં 1,030 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતું ગ્લોબલ આઉટસોર્સ્ડ ફેસિલિટી મેનેજમેન્ટ (એફએમ) બજાર 2019થી 2024 સુધીમાં 4.2 ટકાના સીએજીઆરથી વધ્યું છે, જે રોગચાળાના કારણે થયેલા વિક્ષેપમાંથી રિકવર થયું છે અને 2021ના અંત સુધીમાં 2020 પહેલાના ખર્ચના સ્તરે પહોંચ્યું હતું. વધતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો, ઝડપી ઔદ્યોગિકીકરણ, સ્માર્ટ બિલ્ડિંગ ડેવલપમેન્ટ અને ડિજિટલ સોલ્યુશન્સ વધુને વધુ અપનાવાઈ રહ્યા છે ત્યારે આ બજાર મજબૂત રીતે વધવાની અપેક્ષા છે.
ક્લિન, ગ્રીન અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી ઓપરેટરોને કરારબદ્ધ કરવા માટે ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સરકારી પહેલ વધુ તકો ખોલે છે. 2029 સુધીમાં, આઉટસોર્સ્ડ એફએમ માર્કેટ 1,495.1 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2024 અને 2029 વચ્ચે 7.7 ટકાના સીએજીઆરથી વધશે.
તેની લીડરશિપની સ્થિતિ, વૈવિધ્યસભર સર્વિસ પોર્ટફોલિયો, મજબૂત અમલીકરણ ટ્રેક રેકોર્ડ અને ટકાઉપણા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે, બીવીજી ઈન્ડિયા આ ઉદ્યોગની તકોનો લાભ લેવા અને ભારતમાં ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ અને સંલગ્ન સર્વિસીઝમાં અગ્રણી તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.