Western Times News

Gujarati News

5 અને 6 ઑક્ટોબરના રોજ ચાલશે સાબરમતી-ગુડગાંવ અને મુંબઈ-સાબરમતી વંદેભારત વન-વે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની યાત્રાની માંગને પૂરી કરવા માટે સાબરમતી-ગુડગાંવ અને મુંબઈ સેન્ટ્રલ-સાબરમતી વચ્ચે વિશેષ ભાડા પર વંદેભારત સુપરફાસ્ટ વન-વે સ્પેશિયલ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 09401 સાબરમતી- ગુડગાંવ વંદેભારત સુપરફાસ્ટ વન-વે સ્પેશિયલ [02 ફેરા]

ટ્રેન સંખ્યા 09401 સાબરમતી-ગુડગાંવ વંદેભારત સ્પેશિયલ 5 અને 6 ઓક્ટોબર 2025ના રોજ સાબરમતીથી 17.30 વાગ્યે પ્રસ્થાન કરશે બીજાં દિવસે 08.25 વાગ્યે ગુડગાંવ પહોંચશે .

માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મરવાડ જં., અજમેર, જયપુર, અલવર, અને રેવાડી સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્સિક્યુટિવ ચેર કાર શ્રેણીના કોચ રહેશે.

 ટ્રેન સંખ્યા 09153 મુંબઈ સેન્ટ્રલ–સાબરમતી વંદેભારત સુપરફાસ્ટ વન-વે સ્પેશિયલ [02 ફેરા]

ટ્રેન નંબર 09153 મુંબઈ સેન્ટ્રલ–સાબરમતી વંદેભારત સ્પેશિયલ અને ઑક્ટોબર, 2025ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 10.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 17.20 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બોરીવલીવાપીસુરત અને વડોદરા સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એ.સી. ચેર કાર અને એગ્ઝિક્યુટિવ ચેર કાર શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન સંખ્યા 09401 અને 09153નું બુકિંગ તમામ પી.આર.એસ. કાઉન્ટરો અને આઈ.આર.સી.ટી.સી. વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે. ટ્રેનના સ્ટોપેજસમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.