Western Times News

Gujarati News

ડુંગળીના થેલાઓની આડમાં લઈ જવાતો રૂ. ૩.૮૦ લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પીકપ ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) ઝાલોદ પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ નજીક રોડ પરથી વાહન ચેકિંગ દરમિયાન ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીને નડિયાદ લઈ જવાતા રૂપિયા ૩.૮૦ લાખ ઉપરાંતની કિંમતના

વિદેશી દારૂ બિયર ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીનેના જથ્થા સાથે મહિન્દ્રા પીકપ ગાડી શંકાસ્પદ લાગતી મહિન્દ્રા પીકપ ગાડી પકડી પાડી રૂપિયા ત્રણ લાખની કિંમતની મહિન્દ્રા પીકપ ગાડી મળી કુલ રૂપિયા ૬,૮૦,૧૬૦/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ તગડો વેપલો રળી લેવા જિલ્લાના બુટલેગરો સક્રીય બન્યા છે. અને પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ગેરકાયદેસર રીતે મંગાવી સ્ટોક ભેગો કરી રહ્યા છે. જે બાબતની દાહોદ જિલ્લા પોલીસે ગંભીરતા પૂર્વક નોંધ લઇ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વધુ સક્રિય બની છે.

અને એક પછી એક દારૂ ભરેલી ગાડીઓ પકડી બુટલેગરોની તગડો વેપલો રળી લેવાની મંછા પર પાણી ફેરવી રહી છે. તેવા સમયે ગઈકાલે ગઈકાલે મોડી રાતે ઝાલોદ પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ગામીત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી કે સિસોદિયા પોતાના પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે રાખી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું.

તે દરમિયાન રાજસ્થાનના મોનાડુંગર તરફથી પુરપાટ આવતી આરજે ૩૫જીએ- ૩૦૮૯ નંબરની મહિન્દ્રા કંપની પીકપ ગાડી પોલીસને શંકાસ્પદ લાગતાં પોલીસે હાથનો ઈશારો કરી તે પીકપ ગાડી રોકી હતી. અને ગાડીની તલાસી લેતાં ડુંગળીના કટ્ટાની આડ માં સંતાડીને મુકેલ વિદેશી દારૂ બિયરનો જથ્થો નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસે મહેન્દ્ર પીકપ ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાંથી રૂપિયા ૩,૮૦,૧૬૦/-ની કુલ કિંમતના ભારતી બનાવટના વિદેશી દારૂ બીયરની કુલ બોટલ નંગ- ૧૪૪૦ ભરેલ પેટીઓ નંગ-૬૦ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની પીકપ ગાડી મળી કુલ રૂપિયા ૬,૮૦, ૧૬૦/-નો મુદ્દામાલ કબજે લઈ પીકઅપ ગાડીના ચાલક મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના દલોદા તાલુકાના પીપલખેડી ગામના ૨૫ વર્ષીય જુજારલાલ ભેરુલાલ ખરાડી, તથા મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના હૈદરબાદ ગામના હરીશભાઈ ઘનશ્યામભાઈ કોટવાલની અટકાયત કરી

પોલીસ સ્ટેશનમાં લાવી બંનેની સઘન પૂછપરછ કરતા સદર દારૂ બિયરનો જથ્થો મધ્યપ્રદેશના મંદસોર જિલ્લાના માલ્યાખેડી ગામના રાહુલ ઉર્ફે ગોપાલભાઈએ નડિયાદમાં એક બુટલેગરને ત્યાં પહોંચતો કરવા માટે પીકપ ગાડીમાં ભરાવી આવ્યો હોવાની કબુલાત કરતા ઝાલોદ પોલીસે આ મામલે મહેન્દ્ર પીકપ ગાડીના ચાલક જુજારલાલ ભેરૂલાલ ખરાડી,

હરીશભાઈ ઘનશ્યામભાઈ કોતવાલ, દારૂનો જથ્થો ગાડીમાં ભરાવી આપનાર રાહુલ ઉર્ફે ગોપાલભાઈ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદના બુટલેગર સહિત કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દારૂનો જથ્થો ગાડીમાં ભરાવી આપનાર તેમજ દારૂનાર નડિયાદના બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.