Western Times News

Gujarati News

બચ્ચન પરિવાર સંપત્તિના મામલે શાહરુખ, જૂહી, કરણ કરતાં પાછળ

વિશ્વનો સૌથી ધનિક અભિનેતા શાહરૂખ ખાનઃ સંપત્તિ ૧ર,૪૯૦ કરોડ-જૂહી ચાવલા ૭,૭૯૦ કરોડની સંપત્તિ સાથે બીજા, ઋતિકની ર,૧૬૦ કરોડ સંપત્તિ

જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા બીજા ક્રમે -કરન જોહર ૧૮૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા ક્રમે જ્યારે અમિતાભ બચ્ચન પરિવાર ૧૬૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પાંચમાં ક્રમે છે. 

મુંબઈ, બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખખાને ભારતની સૌથી ધનિક સેલિબ્રિટી તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હોવાનું બુધવારે હુરૂન ઈન્સ્ટીટયુટ દ્વારા જારી થયેલા ર૦રપના વર્ષના હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ દ્વારા સામે આવ્યું છે.

આ રિચ લિસ્ટમાં બિઝનેસ, ઈન્ડસ્ટ્રી, એન્ટર-ટેઈનમેન્ટ અને સ્પોટ્‌ર્સ સહિત વિવિધ ક્ષેત્રોના સૌથી ધનિક ભારતીયોની વિગતો આપવામાં આવી છે. આ વર્ષે શાહરૂખની સંપત્તિ ૮૭૦ મિલિયન ડોલરથી વધીને ૧.૪ અબજ ડોલરે (અંદાજે ૧ર,૪૯૦ કરોડ રૂપિયા) પહોંચી છે. શાહરૂખ બાદ તેની બિઝનેસ પાર્ટનર અને ફ્રેન્ડ જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા બીજા ક્રમે છે.

તેમની કુલ સંપત્તિ ૮૮૦ મિલિયન ડોલર (અંદાજે ૭૭૯૦ કરોડ રૂપિયા) છે. સ્વાભાવિક છે કે જૂહી ફિલ્મોમાં તેની અન્ય જૂનિયર અભિનેત્રીઓ જેટલી સક્રિય ન હોવા છતાં બોલીવુડની સૌથી ધનિક અભિનેત્રી છે. ઋતિક રોશન ર,૧૬૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બોલીવુડ સૌથી ધનિક સેલિબ્રિટીઓમાં ત્રીજા સ્થાને છે

જેમાં તેની બ્રાન્ડ એચઆરએકસનું મોટું યોગદાન છે. કરન જોહર ૧૮૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા ક્રમે જ્યારે અમિતાભ બચ્ચન પરિવાર ૧૬૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પાંચમાં ક્રમે છે. આ રિચ લિસ્ટમાં સલમાન ખાન, અક્ષયકુમાર વગેરે નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.