મોટા અક્ષરોમાં સ્પષ્ટ પ્રિસ્ક્રિપ્શન લખવું પડશે-તબીબોને હાઈકોર્ટની ચેતવણી

AI Image
વાંચી શકાય તેવું પ્રિસ્ક્રિપ્શન મેળવવું તે દર્દીઓનો મૌલિક અધિકારઃ પંજાબ-હરીયાણા હાઈકોર્ટ
(એજન્સી)ચંડીગઢ, તબીબો દ્વારા જે અક્ષરોમાં પ્રિસ્ક્રીપ્શન લખાતા હોય છે તે અક્ષરો હંમેશા ચર્ચાનો વિષય રહેતા હોય છે. ટેકનોલોજીના યુગમાં પણ તબીબો તેમના હાથે એવા અક્ષરોમાં પ્રિસ્ક્રીપ્શન લખતા હોય છે કે દર્દીઓ તેના અક્ષરો ઉકેલીને સમજી જ ન શકો.
કેટલીકવાર તો દુકાનદારો પણ તે અક્ષરો ઉકેલવામાં ગોથું ખાઈ જાય છે. પંજાબ હરીયાણા કોર્ટનું માનવું છેકે આવી રીતે પ્રિસ્ક્રીપ્શન લખવા તે દર્દીના જીવ સાથે રમત કરવા બરોબર છે. કોર્ટે કહયુ કે તબીબો પાસેથી વાંચી શકાય તેવું પ્રિસ્ક્રીપ્શન મેળવવું તે દર્દીઓનો મૌલીક અધિકાર છે. ન્યાયમુર્તિ જસગરૂપ્રીતસિંહ મેળવવું તે દર્દીઓના મૌલીક અધિકાર છે.
ન્યાયમુર્તિ જયગુરુપ્રીતસિંહ પુરીએ કહયું કે તબીબોનું લખાણ એટલું ખરાબ હોય છે. કે દર્દી કે તેમના કુટુંબીજનો સમજી જ ના શકે. તે તબીબો કઈ દવા લખી છે. કેટલીકવાર દવા વેચનારા ભુલથી ખોટું વાંચુ તો અક્ષરોમાં કેપીટલ લેટર્સમાં સ્પષ્ટ લખવા સુચના આપી હતી.
કોર્ટે કહયુંકે ડીજીટલ પ્રિસ્ક્રીપ્શનની વ્યવસ્થાનો અમલ શરૂ ના થાય ત્યાં સુધી આ બાબતનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. મેડીકલ કોલેજોમાં આવનારા બે વર્ષની અંદર હાથેથી લખવાની તાલીમ શરૂ કરવા પણ કોર્ટે જણાવ્યું હતું.