યુપીના કૈરાનામાં પત્નીથી ત્રસ્ત પતિ ચાર સંતાનો સાથે યમુનામાં કૂદી ગયો

કૈરાના, ઉત્તરપ્રદેશના કૈરાનામાં હૃદય હચમચી ઊઠે તેવો મામલો સામે આવ્યો છે. અહીં સાત મહિનામાં પત્ની પાંચ વાર પ્રેમી સાથે ભાગી ગઈ, જેના કારણે દુખી પતિએ પોતાના ચાર સંતાનો સાથે યમુના નદીમાં કૂદી ગયો હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના મોહલ્લા ખેલકલાની છે. પત્ની હંમેશા સામાન્ય બાબતમાં પતિ સલમાન સાથે ઝઘડો કરતી હતી.
છેવટે પતિ સલમાન(૩૮) અને પુત્રી મહક(૧૨), શિફા(૫), નાયશા(આઠ મહિના) અને ત્રણ વર્ષીય પુત્ર આયાનની સાથે યમુના નદીમાં કૂદી ગયો હતો. યમુના નદીમાં કૂદતા પહેલા સલમાને બાળકોની સાથે રડી રહ્યો હોવાનો વીડિયો બનાવીને બહેનને મોકલ્યો હતો.
વીડિયોમાં સલમાને પોતાના તથા બાળકોની મોત માટે પત્ની અને તેના પ્રેમીને જવાબદાર ગણાવીને કહ્યું કે બંનેએ તેનું જીવન નરક બનાવી દીધું હતું. બીજી તરફ, યમુના નદીમાં ગોતાખોર પાંચેયની શોધખોળ કરી રહ્યા છે.
સલમાન પંજાબના લુધિયાણામાં લારી પર કેળા વેચીને જીવનનિર્વાહ કરતો હતો. તે સપ્તાહ પહેલા પંજાબથી ઘરે આવ્યો હતો. શુક્રવારે સવારે પોતાની બહેન ગુલિસ્તાને કામ માટે બહાર જવાનું કહીને પોતાના ચારેય બાળકોને લઈને ઘરથી નીકળ્યો હતો.
ઘરે પરત નહીં આવવા પર પરિવારજનોએ સલમાન તથા બાળકોની શોધખોળ શરુ કરી હતી, પરંતુ ખબર મળી નહીં. પરિવાજનોએ દાવો કર્યાે છે કે સાત મહિનામાં પાંચ વાર તેની પત્ની ઝઘડો કરીને પ્રેમી સાથે ભાગી ચુકી છે, પરંતુ દરેક વખતે સમજાવી-મનાવીને પરત લાવતો હતો.સલમાને આપઘાત પહેલા ૪-૧૦ મિનિટના ત્રણ વીડિયોમાં પોતાનું સાત મહિનાનું દર્દ જાહેર કર્યું છે.
આ ત્રણેય વીડિયો જોયા પછી આંખ ભીની થઈ જાય છે. વીડિયોમાં બે નાનકડાં બાળખો રડી રહ્યો હોવાનું જોવા મળે છે. ગુલિસ્તાએ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યાે છે.
વીડિયો વાયરલ થયા પછી ખબર પડી કે સલમાન પોતાના બાળકો સાથે યમુનામાં કૂદી ગયો છે. યમુના પર એક સાક્ષી સાધુ શિવગિરી અને માસૂમ સમદે સલમાન બાળકો સહિત નદીમાં કૂદી ગયો હોવાની માહિતી આપી છે.SS1MS