રશ્મિકા મંદાના અને અભિનેતા વિજયે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકાએ એક ગુપ્ત સમારંભમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હતી.
જોકે, આ કપલે હજુ સુધી તેમના ફેન્સને આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોના સમાચારો વહેતા થઈ રહ્યા છે. રશ્મિકાએ પણ ઘણી વખત ખુલ્લેઆમ વિજય દેવરકોંડા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યાે છે.
રશ્મિકા અને વિજયના સંબંધોની ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે. થોડા મહિના પહેલા તેમણે એક જ બીચ પર વેકેશનના ફોટા શેર કર્યા હતા, જેના કારણે ફેન્સમાં વિશ્વાસ વધ્યો હતો કે, તેઓ રિલેશનશિપમાં છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે તેમના અફેરની અફવાઓ સામે આવી હોય. અગાઉ અનન્યા પાંડેએ કોફી વિથ કરણમાં આ વાતનો સંકેત આપ્યો હતો.
વિજય દેવરકોંડા રિયાલિટી શોની ૭મી સીઝનમાં અનન્યા પાંડે સાથે દેખાયા હતા. રશ્મિકાનું નામ લીધા વિના અનન્યાએ કહ્યું કે વિજય દેવરકોંડા રશ્મીકાને મળવા માટે ઉતાવળમાં છે.
આ ઉપરાંત, થોડા દિવસો પહેલા વિજય દેવરકોંડાએ એક વીડિયો શેર કર્યાે હતો જેમાં તે પોતાની માર્શલ આટ્ર્સ અને ફિટનેસ બતાવતો જોવા મળ્યો હતો. રશ્મિકાએ તેના પર પ્રેમ વરસાવતા કહ્યું હતું કે તે તેને મળેલા કરતાં વધુને લાયક છે. રશ્મિકા અને વિજય લાંબા સમયથી સારા મિત્રો છે, અને જો મીડિયા રિપોટ્ર્સનું માનીએ તો તેઓ ટૂંક સમયમાં લગ્ન કરીને નવું જીવન શરૂ કરી શકે છે.SS1MS