રણબીર અને દિપીકા બ્રેકઅપ પછી પ્રથમ વખત સાથે જોવા મળ્યા

મુંબઈ, રણબીર કપૂર અને દીપિકા પદુકોણના બ્રેકઅપ પછી પ્રથંમ વખત એક એવો વીડિયો આવ્યો છે જે જોઇને તેમના પ્રશંસકો ખુશ થઇ ગયા છે.
રણબીર અને દીપિકાનોએક વીડિયો વાયરલ થયો છે જેમાં દીપિકા એરપોર્ટની કાર્ટમાં બેસેલી જોવા મળે છે. તેવામાં રણબીર કપૂર દરવાજામાંથી આવતો જોવા મળે છે અને બન્નેએ એક બીજાને વેવ કર્યા પછી એકબીજાને ભેટી પડતાં જોવા મળી રહ્યું છે.
આ પછી બન્નેજણા સાથે કાર્ટમાં બેસીને નીકળી હયા હતા. સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો આનંદમાં આવી ગયા છે. બન્ને જણા હવે પોતપોતાના પરિવારમાં સુખી છે અને પેરન્ટસ બની ગયા છે.
રણબીર અને દીપિકાનું બ્રેકઅપ થયા પછી દીપિકા પદુકોણ ડિપ્રેશનમાં સરી ગઇ હતી. એ દિવસોમાં તેણે સખત માનસિક પીડા ભોગવી હતી જેમાંથી તેને બહાર આવતાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. એ પછી રણબીર કેટરિના સાથે વરસો સુધી લિવઇનમાં રહ્યો હતો. પરંતુ તેમનું પણ બ્રેકઅપ થઇ ગયું હતું અને તે આલિયા ભટ્વ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગયો છે.SS1MS