Western Times News

Gujarati News

૫૮ વર્ષની ઉંમરે અરબાઝ ખાન ફરીથી પિતા બન્યા

મુંબઈ, બોલીવુડના ‘ભાઈજાન’ના પરિવારમાં ફરી એક વખત ખુશીઓની ખબર આવી છે. સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન ફરીથી પિતા બન્યો છે. અભિનેતાની પત્ની શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો છે.

શૂરા ગઈકાલે સવારે ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. શૂરાએ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે.ગઈકાલે રાત્રે હોસ્પિટલમાંથી અરબાઝ ખાનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં અભિનેતા મોડી રાત્રે તેની પત્ની શૂરાને મળવા પહોંચ્યો હતો. અભિનેતાએ કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું.અરબાઝ અને શૂરાએ ૨૦૨૩માં લગ્ન કર્યા હતા.

આ અરબાઝના બીજા લગ્ન છે. હવે, તેમના લગ્નના બે વર્ષ પછી, તેઓ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. આખો ખાન પરિવાર હાલમાં ઉજવણીના મૂડમાં છે. અરબાઝ ઉપરાંત, શૂરાની માતા પણ મોડી રાત્રે તેની પુત્રીને મળવા પહોંચી હતી.અરબાઝ ખાનનો દીકરો અરહાન તેની નાની બહેનને મળવા હોસ્પિટલ પહોંચ્યો છે. તેનો આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

અરહાનના ચહેરા પર મોટો ભાઈ બનવાની ખુશી સ્પષ્ટ દેખાય છે. અરહાન ઉપરાંત, અરબાઝનો નાનો ભાઈ સોહેલ ખાન પણ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.નોંધનીય છે કે અરબાઝ ખાન ૫૮ વર્ષની ઉંમરે બીજી વખત પિતા બન્યો છે.

તેને અગાઉ અભિનેત્રી મલાઈકા અરોરાથી એક પુત્ર છે, જેનું નામ અરહાન ખાન છે. દરમિયાન, અરબાઝ ખાને મલાઈકાથી અલગ થયાના ઘણા વર્ષાે પછી શૂરા ખાન સાથે લગ્ન કર્યા. શૂરા અરબાઝના પુત્ર અરહાન સાથે પણ મજબૂત સંબંધ ધરાવે છે. બંને ઘણી વખત સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.