કંપનીએ GST ઘટાડયો નહિં તો કોર્ટે રૂ.પ લાખનો દંડ કર્યો

AI Image
પેકેટનું કદ વધારવું અને ભાવ એ રાખવા એ ખોટું છેઃ કોર્ટ
(એજન્સી)નવીદિલ્હી, જીએસીટી સુધારા અંગે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો દરો ઘટાડવામાં આવે છે. તો તેનો લાભા ગ્રાહકોને ભાવ ઘટાડવામાં પ્રતીબંબિત થવો જોઈએ. કંપનીઓ માટે ફકત પેકેજનું કદ વધારવું અથવા કિમતો યથાવત રાખવીએ પ્રમોશનલ યોજનાઓ ચલાવવી એ ખોટું છે.
કોર્ટે આને ગ્રાહક છેતરપીડી પણ ગણાવી હતી. દિલ્હી હાઈકોર્ટની બેન્ચે ર૩ સપ્ટેમ્બરના રોજ આ આદેશ જારી કર્યો હતો. જેમાં કંપની પર પ.પ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
જસ્ટીસ પ્રતીભા એમ.સિંહ અને શૈલ જૈનની બેન્ચે જણાવ્યું હતું કે જીએસટી ઘટાડવાનો હેતુ માલ અને સેવાઓ સસ્તી બનાવવાનો છે. જો કિમતો સમાન રહે અને ગ્રાહકની સંમતી વિના ઉત્પાદનનો જથ્થો વધારવામાં આવે. તો આ છેતરપીડી છે. આ પ્રથા જીએસટી ઘટાડવાના હેતુને જ નકારી કાઢે છે.
અને તેને મંજૂરી આપી શકાતી નથી. કોર્ટે આને ગ્રાહક પસંદગી પર પ્રતીબંધ ગણાવ્યો. બેન્ચે જણાવયું હતુંકે કિંમતો ઘટાડવામાં નિષ્ફળતાને આ આધાર પર વાજબી ઠેરવી શકાય નહી કે જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. અથવા ભાવ વધારાને વાજબી ઠેરવવાની યોજના હતી.
કોર્ટ કંપની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કંપનીએ એનએપીએ નેશનલ એન્ટી પ્રોફીટીયરીગ ઓથોરીટી ના ર૦૧૮ના રોજ આદેશને પડકાર્યો હતો.
એનએપીઅ એ શોધી કાઢયું હુતં. કે ઉત્પાદન પર જીએસટી ર૮% થી ઘટાડીને ૧૮% કરવા છતાં કંપનીએ ગ્રાહકોને લાભ આપ્યો નથી તેના બદલે, તેણે પ્રતી યુનીટ કિંમત રૂ.૧૪,૧૧વધારી અને પેકેજનું કદ ૧૦૦ મીલી કર્યું. તેના આદેશમાં કોર્ટ એનેઅપીના નિર્ણયને સમર્થન આપ્યું અને કંપનીને ૧૮% વ્યાજ સાથે ગ્રાહક કલ્યાણ ભંડોળમાં રૂ.પપ૦.૧૮૬ જમા કરાવવાનો આદેશ આપ્યો.