ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી બ્રેક લઈ આધ્યાત્મિક યાત્રા પર રજનીકાંત

મુંબઈ, ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત છેલ્લા ૫૦ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘કુલી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પરંતુ હવે તેણે એક મોટો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી તેના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુપરસ્ટાર રજનીકાંતે એક્ટિંગથી થોડા સમય માટે બ્રેક લીધો છે અને પોતાના કેટલાક નજીકના મિત્રો સાથે હિમાલયની આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા છે.
વાસ્તવમાં ગ્લેમરથી દૂર સાદું જીવન જીવતા રજનીકાંતના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આમાંથી એક તસવીરમાં તેઓ રસ્તા કિનારે પતરાળામાં સાદગીથી ભોજન કરતા દેખાઈ રહ્યા છે.
શનિવારે રજનીકાંત ઋષિકેશમાં સ્થિત સ્વામી દયાનંદ આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વામી દયાનંદને શ્રદ્ધાંજલિ આપી અને આ દરમિયાન રજનીકાંતે ગંગા નદીના કિનારે ધ્યાન ધર્યું અને ગંગા આરતીમાં પણ ભાગ લીધો.રજનીકાંતની યાત્રાની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
લોકો તેમની સાદગીના પણ વખાણ કરી રહ્યા છે. તસવીરમાં અભિનેતાને સફેદ ધોતી અને કુર્તા પહેરેલો જોઈ શકાય છે. આ તસવીર જોઈને લોકો રજનીકાંતની સાદગીના વખાણ કરી રહ્યા છે.રજનીકાંત તાજેતરમાં જ દક્ષિણના સુપરસ્ટાર ડાયરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ ‘કુલી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.
તેણે બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી. રજનીકાંત ઉપરાંત આ ફિલ્મમાં નાગાર્જુન, સૌબિન શાહિર, શ્›તિ હાસન, રચિતા રામ, ઉપેન્દ્ર અને આમિર ખાન પણ હતા.બીજી તરફ વર્ક ર્ફ્ન્ટની વાત કરીએ તો રજનીકાંત હાલમાં નેલ્સન દિલીપ કુમારની ફિલ્મ ‘જેલર ૨’નું શૂટિંગ કરી રહ્યો છે. બીજી તરફ અહેવાલ પ્રમાણે રજનીકાંતે પુષ્ટિ કરી છે કે, કમલ હાસન સાથે એક ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે.SS1MS