ઝુબીન ગર્ગ કેસમાં સાક્ષીઓ સીઆઈડીને પણ ગાંઠતા નથી!

મુંબઈ, સીઆઈડીએ ગાયક ઝુબીન ગર્ગની અંતિમ ક્ષણો દરમિયાન તેમની યાટ પર તેમની સાથે રહેલા આઠ લોકોને સમન્સ પાઠવ્યા હતા. બધાને ૬ ઓક્ટોબર સુધીમાં સીટ સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તેમાંથી કોઈએ હજુ સુધી સમન્સનો જવાબ આપ્યો નથી.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોમવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ’૧૯ સપ્ટેમ્બરના રોજ ઝુબિનના મૃત્યુ સમયે યાટ પર રહેલા રૂપકમલ કલિતાએ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સમન્સનો જવાબ આપ્યો છે.
કલિતા મંગળવારે ગુવાહાટી પહોંચશે. જોકે, તપાસમાં મદદ કરવા માટે આસામમાં તેમના આગમન અંગે અન્ય સાત લોકોએ કોઈ ટિપ્પણી કરી નથી.’મુખ્યમંત્રીએ કહ્યું, ‘અમે તેમના પર દબાણ જાળવી રાખીશું. તેઓ જેટલા વહેલા આવશે, તેટલી વહેલી તકે અમે તપાસ પૂર્ણ કરી શકીશું. અમે તેમને અમારી સાથે સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.
અમારું માનવું છે કે જો એક આવશે, તો બીજા પણ આવશે,’ સરમાએ કહ્યું.તેમણે મીડિયા બ્રીફિંગમાં એમ પણ કહ્યું કે, ‘કેટલાક પરિવારના સભ્યો દાવો કરે છે કે તેઓ આવી શકતા નથી કારણ કે, સિંગાપોર પોલીસ તેમને પરવાનગી આપી રહી નથી, જ્યારે અન્ય લોકો કહે છે કે, જો તેઓ પૂછપરછ માટે પાછા ફરશે તો તેમની વિદેશમાં નોકરી જોખમમાં મુકાશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આસામ પોલીસને તપાસ માટે સિંગાપોર જવાની જરૂર નથી કારણ કે, મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી હેઠળ, સિંગાપોર પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા કોઈપણ પુરાવા તેમની સાથે શેર કરવામાં આવશે.
અમારી વિનંતી પહેલાથી જ સિંગાપોરને મોકલવામાં આવી છે, પરંતુ કોઈપણ વિદેશી દેશ બીજા દેશની પોલીસને તેની ધરતી પર તપાસ કરવાની મંજૂરી આપશે નહીં.’નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ માટે જાહેર કરાયેલા ભંડોળ વિશે પૂછવામાં આવતા સીએમે કહ્યું કે, ‘રાજ્ય સરકારે આ વર્ષે ખૂબ જ ઓછી રકમ જારી કરી છે અને તેમણે બધી ફાઇલો ફગાવી દીધી છે.
મહંતે આ મહોત્સવ માટે ભંડોળ આસામમાંથી નહીં પરંતુ ઉત્તર-પૂર્વના પડોશી રાજ્યોમાંથી એકત્ર કર્યું હતું.’ તેમણે ઉમેર્યું, ‘મેં છેલ્લે ૨૦૧૫માં તેમના ઉત્સવમાં હાજરી આપી હતી, તે પછી નહીં.’મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓ મહંતના ખાતાઓની તપાસ કરશે અને અમે તેમની મદદ માંગી છે.’
તેમણે કહ્યું, ‘અમે કોઈને પણ બહાર રાખવા માંગતા નથી અને તેથી આ પ્રક્રિયા દરમિયાન અમને કેન્દ્રીય એજન્સીઓની મદદની જરૂર પડશે.’ઘટના સમયે ગાયક સાથે યાટ પર રહેલા ૧૧ લોકોમાંથી આઠ લોકોને સીઆઈડીએ સમન્સ જારી કર્યા છે.
ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા, સંગીતકાર શેખર જ્યોતિ ગોસ્વામી, ગાયિકા અમૃતપ્રભા મહંત અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.
ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં અવસાન થયું. ગાયક ૨૦ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ માટે સિંગાપોરમાં હતા, જ્યાં તેમણે એક વોટર એડવેન્ચર એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મૃત્યુ સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં થયું હતું.SS1MS