Western Times News

Gujarati News

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન

વિકાસ સપ્તાહ” અંતર્ગત આવતી કાલે ગાંધીનગર ખાતે

૫૭ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર તથા  ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ  તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી ૧૩.૯૯ લાખ કરતા વધુને રોજગારી અપાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છેજેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.

જે અંતર્ગત તા. ૮ ઓકટોબર૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને શ્રમ-રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ટાઉન હોલગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ યોજાશે.

આ કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી ૩૨ જિલ્લા મથક પર પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રોજગાર ભરતી મેળા મારફતે ૫૦ હજાર રોજગારવાંચ્છુઓને રોજગારી આપવાના લક્ષ્યાંક સામે છેલ્લા છ મહિનામાં ૬૫૮ ભરતીમેળાઓ થકી ૨,૯૦૮ નોકરીદાતાઓ દ્વારા પસંદગી પામેલા ૫૭,૫૦૨ ઉમેદવારોને રોજગાર એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના તાલીમાર્થીઓનો ડ્રોપ આઉટ દર ઘટાડવાના ભાગરૂપે નવિન પહેલ થકી ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું  વિતરણ કરવામાં આવશે. વધુમાં ITIની ઉભરતી ક્ષિતિજો અને વિકાસની નૂતન પરિભાષાને સાકાર કરવા ઔદ્યોગિક એકમો સાથે MoUs દ્વારા સહભાગિતા વધારવાના ભાગરૂપે ૧૦૦થી વધુ એકમો સાથે MoUs કરવામાં આવશે. જેથી આગામી સમયમાં ૧૫૦ જેટલી ITIમાં ૨૦ હજાર જેટલા તાલીમાર્થીઓની તાલીમ ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. જેમાં ગુજરાત પણ યુવાનોને રોજગારી આપીને વિકસિત ગુજરાતની નેમ સાથે આ

અભિયાનમાં અગ્રેસર બનીને સહભાગી થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૭,૭૧૨ ભરતીમેળાઓ તથા અન્ય સહાયક પ્રવૃતિઓ થકી અંદાજે ૧૩.૯૯ લાખ કરતા વધુ યુવાઓને રોજગારી આપવામાં આવી છે.

રાજ્યની રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સર્વે મુજબ ભારતના ૩.૨ ટકા બેરોજગારી દરની સરખામણીએ ગુજરાતનો બેરોજગારી દર માત્ર ૧.૧ ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.

વધુમાંભારત સરકાર દ્વારા માર્ચ-૨૦૨૩માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦ર૩’ મુજબ વર્ષ ૨૦ર૨માં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા રોજગારીની તકો પ્રદાન કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.