Western Times News

Gujarati News

સાવરકુંડલામાં GSTના મોટા પાયે દરોડામાં કાંટા ઉદ્યોગના વ્યવહારોની તપાસ કરાઈ

AI Image

૧૧ ટીમો દ્વારા આંગડિયા પેઢીઓ અને ફાઈનાન્સ વેપારીઓ પર કાર્યવાહી

સાવરકુંડલા, દિવાળી પહેલા જ સાવરકુંડલા શહેરમાં જીએસટી વિભાગની ૧૧ જેટલી ટીમો દ્વારા મોટા પાયે દરોડા અને સર્ચ ઓપેરશન શરૂ થયુ છે. આ કાર્યવાહીમાં મુખ્ય બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ વિસ્તારોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે, જ્યાં આંગડીયા પેઢીઓ અનએ ફાઈનાન્સ કારોબાર કરતા વેપારીઓ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની ટીમો આ સંયુક્ત કાર્યવાહીમાં સામેલ છે, જે મોડી રાત સુધી ચાલી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર આ દરોડાઓનું મુખ્ય કારણ કાંટા ઉદ્યોગ (નેલ મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રી)માં જીએસટી ચોરીની આસંકા છે. સાવરકુંડલા ખાતે કાંટા ઉદ્યોગ મોટા પાયે ચાલે છે અને તે ભારતભરમાં જાણીતો છે.

જો કે, અહીના ઉદ્યોગપતિઓ જીએસટી ન ભરતા હોવાની માહિતી મળી છે. તેઓ વ્યવહારોને સીધા આંગડીયા પેઢીઓ અથવા ફાઈનાન્સ કંપનીઓ દ્વારા કરે છે, જેથી કર વ્યવસ્થામાંથી બચવાનો પ્રયાસ કરે છે. જીએસટી ટીમો કાંટા ઉદ્યોગના વેપારીઓના બિલો રેકોડ્‌ર્સ અને નાણાકીય વ્યવહારોની ઉંડી તપાસ કરી રહી છે. જેમાં અનિયમિતતાઓની શક્યતા તપાસાઈ રહી છે.

આ કાર્યવાહી જીએસટી વિભાગની ચાલુ અભિયાનનો ભાગ છે, જેમાં તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિભાગની વસ્તુઓ, રમકડાં, ફરસાણ અને ઓટો પાટ્‌ર્સ વેપારીઓ પર પણ દરોડા પડ્યા હતા. સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ સંઘે તાજેતરમાં જ સરકારી જટિલ નિયમો અને ચીનથી થતી આયાત વિરૂધ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો. જે આ દરોડાઓને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. વિભાગના અધિકારીઓ અનુસાર, આ તપાસથી કરોડો રૂપિયાથી જીએસટી ચોરીનો પર્દાફાશ થઈ શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.