દાણાપીઠ AMC બિલ્ડિંગમાં રૂ. ૨.પ કરોડના ખર્ચે VRV એર કંડિશનર સિસ્ટમ બદલાશે

AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા તૈયાર કરવામાં આવેલા ૮ બ્લોકના બિલ્ડિંગમાં રૂ. ૨ કરોડ, પ૦ લાખથી વધુના ખર્ચે વી.આર.વી. એર કન્ડિશનિંગ સિસ્ટમના ઈન્ડોર કેસેટ યુનિટ અને આઉટડોર કેસેટ યુનિટ, પેનલ, કેબલીંગ બદલવામાં આવશે.
તેમજ ચોમાસામાં ફીડર ઓવરલોડ ફોલ્ટ કે અન્ય કારણસર વીજ પુરવઠો ખોરવાઈ જાય તેવી ઈમરજન્સીની સ્થિતિમાં મૈયર, સહિત પદાધિકારીઓની ઓકિસી. મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ તેમજ ગાંધી હોલમાં પાવર સપ્લાય ચાલુ રહે તે હેતુસર પાવર સિસ્ટમ નાંખવામાં આવશે. આ હેતુસર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે. (A VRV system, or Variable Refrigerant Volume system)
સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ ૧૩ વર્ષ પહેલાં AMCનું દાણાપીઠ ખાતે બ્લોકનું પાંચ માળનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. આ મિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક સપ્લાય માટે તેમજ કોમ્પ્યુટર સહિત વીજળીના સાધનો ઉપકરણો કાર્યરત રહે અને વીજ પુરવઠો યોગ્ય અને વ્યવસ્થિત રીતે મળતો ઓ તે ખેતુસર વી.આર.વી. એર કન્ડીશનિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી હતી.
AMCના C બ્લોકમાં નાંખવામાં આવેલી પી આર વી. એર કન્ડીશનિંગ સિસ્ટમ ૧૩ વર્ષ જૂની હોવાથી કેટલીકવાર બેકડાઉન થવાને સિસ્ટમમાં મુશ્કેલી સર્જાય છે
તેમજ આ સિસ્ટમ ૧૩ વર્ષ જૂની હોવાથી માર્કેટમાં તો સ્પેરપાટ્ર્સ મળતા નથી ઈન્ડોર કેસટ યુનિટોમાં કુલિંગ કોઈલોમાં એજિંગ ઈફેક્ટને કારણે કાર્યશક્ષ્મતામાં ઘટાડો થવો કારણે
કૂલીંગ મળતું ન હોવાની ફરિયાદો આવે છે. આ બિલ્ડિંગમાં બીજી, ત્રીજા અને પાંચમા માળે વી આર વી છઝ્ર સિસ્ટમમાં એપ્રિલ મે અને જૂન મહિનામાં વારંવાર ગેસ લીકેજ અને ફોરવે વાલ્વ ફેઈલ થવાને કારણે અને કોમપ્રેશર ફેઈલ થવાને કારણે કૂલીંગ થતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી અને ગેસ લીકેજની પરિસ્થિતિમાં પાઈપિંગ જોઈન્ટ બદવા સહિત ની કામગીરી ૩થી ૪ દિવસનો સમય લાગતો હોવાથી
મોટાભાગના AC બંધ રાખવાને કારણે હાલાકી સર્જાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને વી આરવી. એર કન્ડિશનિંગ સિસ્ટમના ઈનડોર કેસેટ યુનિટ અને આઉટડોર કેસેટ યુનિટ, પેનલ કેબલીંગ બદલવા માટે આવેલા ભે ટેન્ડર પૈકી લોએસ્ટ ટેન્ટરરને કામ સોંપાશે જ્યારે ફીડર ઓવરલોડ / ફોલ્ટ કે અન્ય કારણસર વીજ પુરવઠો ખોરવાઈ જય તેવી ઈમરજન્સીની સ્થિતિમાં મેયર સહિત પદાધિકારીઓની ઓફિસો, મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ તેમજ ગાંધી હોલમાં પાવર સપ્લાય ચાલુ રહે તે હેતુસર રૂ. ૪૪ લાખના ખર્ચે પાવર સિસ્ટમ નાંખવામાં આવશે.