બેંકના ઈન્ચાર્જ મેનેજરે પત્નિ, ભાઈ અને માતાના ખાતામાં 3.19 કરોડ ટ્રાન્સફર કરી દીધા

પત્નિના ખાતામાં રૂ.૧.ર૦ કરોડ, ભાઈના ખાતામાં રૂ.ર.૪૦ લાખ અને માતાના ખાતામાં રૂ.૧.૯૬ કરોડ ટ્રાન્સફર કર્યા કૌભાંડી પિંકલ પટેલે શેરબજારમાં પૈસા હારી ગયાનું જણાવ્યું છે
સાઠંબા પીપલ્સ બેંકમાં રૂ.૩.૧૯ કરોડની ઉચાપત થતાં ગ્રાહકો નાણાં લેવા દોડ્યા -કરોડોની થાપણ ધરાવતી બેંકના ઈન્ચાર્જ મેનેજરે ફુલેકું ફેરવ્યું – પત્નિ, ભાઈ અને માતાના ખાતામાં નાણા ટ્રાન્સફર કરી દીધા
બાયડ, બાયડના સાઠંબાની કરોડોની થાપણ ધરાવતી સાઠંબા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકના ઈન્ચાર્જ મેનેજરે ત્રણ કરોડ ઉપરાંતનું બેંકનું ફુલેકુ નાખી દેતા સમગ્ર પંથકમાં હલચલ મચી ગઈ હતી. બેંકના સત્તાધીશોએ માત્ર ફરિયાદ દાખલ કરી હાથ ઉપર હાથ નાખી બેસી રહેતા સાઠંબા પંથકમાં ઉગ્ર આક્રોશ ઉભો થઈ ગયો છે. જોકે આ મામલે બેંકના ઈન્ચાર્જ મેનેજર સામે રૂ.૩.૧૯ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.
બીજી બાજુ બેંકમાં રૂપિયા ઉપાડવા વહેલી સવારથી જ ગ્રાહકો બેંકમાં આવવા લાગ્યા હતા. સાઠંબા તાલુકો બનતા જ મોટો બનાવ બહાર આવવા પામ્યો છે. સાઠંબામાં આવેલ સાઠંબા પીપલ્સ કો.ઓપરેટિવ બેંકના મેનેજર પીંકલકુમાર દિનેશભાઈ પટેલે બેન્કનો રૂ.૩.૧૯ કરોડ ઉપરાંતનું ફુલેકું ફેરવી દેતાં હલચલ મચી ગઈ હતી. બેંકના સત્તાધીશો પણ સમગ્ર પ્રકરણ બહાર આવતાં જ હચમચી ઉઠ્યા હતા.
પÂત્નના ખાતામાં રૂ.૧.ર૦ કરોડ, ભાઈના ખાતામાં રૂ.ર.૪૦ લાખ અને માતાના ખાતામાં રૂ.૧.૯૬ કરોડ ટ્રાન્સફર કર્યા કૌભાંડી પિંકલ પટેલે શેરબજારમાં પૈસા હારી ગયાનું જણાવ્યું છે ત્યારે આ કૌભાંડી મહાશયે તેમના પત્ની તેજલબેન પિંકલભાઈ પટેલના ખાતામાં ૧ કરોડ ર૦ લાખ ૩૦ હજાર તેમના ભાઈ દિનેશ રમણભાઈ પટેલના ખાતામાં રૂ.ર.૪૦ લાખ તથા તેમની માતાના ખાતામાં રૂ.૧,૯૬,૩પ.૦૦૦ ટ્રાન્સફર કર્યાનું ખુલ્યું હતું.