Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ ૨૦,૦૩૩ આવાસો મંજૂર થયા હતા જેમાંથી ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ ક્રાંતિ, PMAY-G દ્વારા અનેક લાભાર્થીઓના સ્વપ્નોને મળ્યું પાકું સરનામું’

PM-JANMAN યોજના હેઠળ ૨૮૭૪ આવાસો મંજૂર૯૩૩ આવાસો પૂર્ણ –PMAY-G દ્વારા સુરક્ષા અને સ્થાયી આશ્રય સાથે દાણાવાડા ગામના અરવિંદભાઈના જીવનમાં આવ્યો સકારાત્મક બદલાવ

સુરેન્‍દ્રનગર: ગુજરાત રાજ્યની વિકાસયાત્રા વર્ષ ૨૦૦૧થી ૨૦૨૫ સુધીના સંક્રાંતિકાળમાં સતત આગળ વધી રહી છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય હાંસલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે દર વર્ષે વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે. “નાગરિક પ્રથમ” અભિગમ સાથે લોકાભિમુખ શાસન દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છેજેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ગ્રામ્ય જનજીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીગ્રામીણ વિકાસને વધુ મજબૂત કરે છે. આ યોજનાઓ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

માનવ જીવનની ત્રણ મૂળભૂત જરૂરિયાતો રોટીકપડાં અને મકાન વિના જીવનની કલ્પના અધુરી છે. જ્યારે વરસાદના ટીપાં કાચા મકાનની છતમાંથી ટપકે છે અને પરિવારને ઠંડીમાં થરથર કંપાવે છેત્યારે એક પાકું મકાન માત્ર આશ્રય જ નહીંપરંતુ સ્વપ્નોનું આધારસ્તંભ બને છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) આવા અનેક ગ્રામીણ પરિવારોના જીવનમાં પ્રકાશ પાથરી રહી છે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ઘર વિહોણા અને કાચા-જર્જરિત મકાનોમાં રહેતા લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકું આવાસ પૂરું પાડીને તેમના જીવનધોરણને ઉચ્ચ બનાવે છે.

 આ યોજનાથી સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાડા ગામના અરવિંદભાઈ કઠેકીયાના જીવનમાં આવેલા બદલાવ વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કેવર્ષોથી પોતાનું પાકું મકાન બનાવવાનું સ્વપ્ન હતુંજે હવે સરકારી સહાયથી સાકાર થયું છે આજે અરવિંદભાઈને જૂના મકાનમાંથી મુક્તિ મળીઅને હવે તેઓ તેમના પરિવાર સાથે આ નવા પાકા ઘરમાં સુખેથી રહે છે. અરવિંદભાઈના પરિવારમાં કુલ ચાર સભ્યો છે જેમાં એક દીકરીએક દીકરો અને તેમના પત્ની છે.

નવા મકાનના નિર્માણથી સમગ્ર પરિવારમાં ખુશી અને સંતોષની લાગણી છે. તેમને હવે એક સુરક્ષિત અને સ્થાયી આશ્રય મળ્યો છે. અરવિંદભાઈએ વધુમાં ઉમેર્યું હતું કેપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલી આ સહાયથી જ તેમનું મકાન પૂર્ણ થયું છે. આ પાકું મકાન માત્ર ચાર દીવાલો નથીપણ તેમના પરિવાર માટે સન્માન અને સુરક્ષાનું પ્રતીક છે. આ સ્વપ્ન પૂરું કરવા બદલ અરવિંદભાઈ અને તેમના પરિવારે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જીવંત ઉદાહરણ દર્શાવે છે કેસરકારી યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવી શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૨૦,૦૩૩ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ થયા છેજયારે ૭,૩૯૭ આવાસો પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમજૂથના ૨૮૭૪ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૩૩ આવાસો પૂર્ણ થયા છે. આ આંકડા માત્ર સંખ્યાઓ નથીપરંતુ લાભાર્થી પરિવારોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની સફળતાની કહાની છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના અનેક પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. કાચા મકાનમાં રહેતા લોકોને પાકું આવાસ મળવાથી બાળકોને અભ્યાસ માટે સુરક્ષિત જગ્યા મળીવડીલોને આરામની સુવિધા મળી અને મહિલાઓને સ્વચ્છ શૌચાલય અને  આરોગ્યનું રક્ષણ મળ્યું છે. મનરેગા હેઠળ મળતી રોજગારીએ તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે.

 વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને ચરિતાર્થ કરવામાં આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર થયેલા મકાનો દેશના ગ્રામીણ વિકાસને મજબૂતી આપે છે. આ યોજના માત્ર આવાસ જ નહીંપરંતુ સ્વચ્છ ભારતઆત્મનિર્ભર ભારત અને સમાવેશી વિકાસના સિદ્ધાંતોને પણ પ્રોત્સાહન આપે છે. જ્યારે એક ગરીબ પરિવાર પાકા મકાનમાં પ્રવેશે છેત્યારે તે વિકસિત ભારતના સ્વપ્ન ભણી એક પગલું આગળ વધારે છે.

આ માત્ર આંકડાઓ અને સહાયની વાત નથીપરંતુ આશાપરિશ્રમ અને પરિવર્તનની વાર્તા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પરિવારોના જીવનને રોશન કરી રહી છે. આ પ્રયાસ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના માર્ગે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. વિશેષ અહેવાલ:- શક્તિ મુંધવા 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.