ભારત-રશિયા શિખર સંમેલનમાં પુતિનનું સ્વાગત કરવા ઉત્સુક છીએઃ પીએમ મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના ૭૩મા જન્મદિન નિમિત્તે શુભકામના પાઠવી છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને સારું સ્વાસ્થ્ય, આનંદિત જીવન અને ભવિષ્યમાં તમામ પ્રયાસો માટે નિરંતર સફળતાની શુભેચ્છા આપી છે. બંને રાજનેતાઓએ પોતાના વ્યક્તિગત સંબંધો અને લાંબાગાળાની મિત્રતાની પુષ્ટિ કરી, જે ભારત અને રશિયાની વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો આધાર છે.
પીએમ મોદી અને પુતિને આ નિમિત્તે ભારત-રશિયા ‘વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદાર’ અંતર્ગત સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.
તેમણે ઊર્જા, સંરક્ષણ, વ્યાપાર, અંતરિક્ષ સહયોગ અને લોકોની વચ્ચેના સંબંધો સંદર્ભેની પહેલોના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધોની દૃઢતાની પ્રત્યે અરસપરસની પ્રશંસા પણ પ્રતિબિંબિત થઈ, જે બદલાતી વૈશ્વિક ગતિશીલતા છતાં સ્થિર થઈ છે.
વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા સંદર્ભે સંયુક્ત દૃષ્ટિકોણની પુષ્ટિ કરી, અને વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. આ સાથે પરમાણુ ઊર્જા અને સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી સહિત વ્યૂહાત્મક પ્રોજેક્ટોમાં નિરંતર ગતિ પર સંતોષ વ્યક્ત કર્યાે.
તેમજ ઊર્જા, ખાતર અને ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યાપાર વિવિધતાના મહત્વનો ઉલ્લેખ કર્યાે હતો. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે ૨૩મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરવા માટે ઉત્સુક છે.
આ વર્ષના અંતમાં યોજાનારી રુબરુ મુલાકાત, બંને દેશોની વચ્ચે લાંબાગાળાની ભાગીગારીમાં એક વધુ એક મહત્વપૂર્ણ સીમાસ્તંભ સાબિત થશે.આ સાથે મોદી-પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યાે કે આગામી શિખર સંમેલન સહયોગના આગામી ચરણ માટે નવા લક્ષ્ય નક્કી કરવા અને ભારત-રશિયા સંબંધોને પરિભાષિત કરવા માટેના વિશ્વાસ અને મિત્રતાના મજબૂત બંધનની પુષ્ટિ કરવાનો અવસર સર્જાશે.SS1MS