અમેરિકા પાકિસ્તાનને ખતરનાક મિસાઈલ વેચવા તૈયાર થયું

નવી દિલ્હી, ભારતીય સશસ્ત્ર દળોએ મે મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અને પીકેઓમાં આવેલા આતંકવાદી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ લશ્કરી સંઘર્ષ ચાલ્યો હતો, જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.
આ સંઘર્ષ બાદ પાકિસ્તાન “જગતજમાદાર” યુનાઈટેડ સાથે સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યું છે. એવામાં અહેવાલ છે કે યુએસ પાકિસ્તાનને ઘાતક મિસાઈલ સપ્લાય કરવા જઈ રહ્યું છે.એક અહેવાલ મુજબ યુએસ અને પાકિસ્તાન વચ્ચે એઆઈએમ-૧૨૦ અમ્રામ મિસાઇલો માટે સોદો થયો છે. આ અદ્યતન મિસાઇલો દૂરથી દુશ્મનના વિમાનને હવામાં જ તોડી પાડવા સક્ષમ છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે તાજેતરમાં હથીયારો બનાવતી રેથિયોન કંપની સાથે એક મોટો કોન્ટ્રાક્ટ કાર્ય છે. જેમાં આ મિસાઇલોના સી૮ અને ડી૩ વર્ઝનના ઉત્પાદન માટે વધારાના ૪૧.૬ મિલિયન ડોલર આપવામાં આવ્યા છે, જ્યારે આ સોદાની કૂલ રકમ ૨.૫૧ બિલિયન ડોલર છે.
આ સોદા હેઠળ જે મિસાઈલોનું ઉત્પાદન થશે એ પાકિસ્તાન, બ્રિટન, પોલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયા સહિત ૩૦ થી વધુ દેશો સપ્લાય કરવામાં આવશે.
રેથિયોન મે ૨૦૩૦ પહેલા આ હથીયારો પુરા પાડશે.આ સોદા અંતર્ગત પાકિસ્તાનને કેટલી મિસાઇલો મળશે એ હજુ સ્પષ્ટ નથી. અહેવાલો અનુસાર પાકિસ્તાની વાયુસેનાના એફ-૧૬ વિમાનો અપગ્રેડ કરવા માટે આ મિસાઈલોનો ઉપયોગ કરવામ આવશે. પાકિસ્તાન પાસે એઆઈએમ-૧૨૦-અમ્રામના સી૫ વર્ઝનની ૫૦૦ મિસાઈલ છે, હવે પાકિસ્તાનની વાયુ સેનાને સી૮ વર્ઝન મળશે.
પાકિસ્તાનને આ મિસાઈલ મળવાથી ભારત માટે ચિંતા વધી શકે છે. કેમ કે એફ-૧૬ વિમાનો પર લાગેલી એઆઈએએમ-૧૨૦ મિસાઈલ ૧૦૦ કિલોમીટર વિમાનોને તોડી પાડવામાં સક્ષમ છે.વર્ષ ૨૦૧૯માં બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ભારતીય મિગ-૨૧ ને તોડી પાડવા માટે આ જ મિસાઈલનો ઉપયોગ કર્યાે હતો. હવે મિસાઈલનું નવું વર્ઝન મળવાથી પાકિસ્તાની વાયુસેનાને વધુ મજબૂત બનશે.SS1MS