અહાન પાંડે સાથે યશરાજની ફિલ્મમાં શર્વરી લીડ રોલમાં જોવા મળશે

મુંબઈ, શર્વરી યશરાજ ફિલ્મ્સ સાથે એક પછી એક ફિલ્મ કરી રહી છે, પહેલાં તેણે આલિયા ભટ્ટ સાથે યશરાજ સ્પાય યુનિવર્સની એક્શન ફિલ્મ ‘આલ્ફા’માં કામ કર્યું હવે તે યશરાજના ઉગતા સિતારા અહાન પાંડે સાથે આગામી લવ સ્ટોરીમાં લીડ રોલમાં જોવા મળશે એવા અહેવાલો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે.
જેઓ એક્શનથી ભરપુર અને છતાં ભાવનાસભર ફિલ્મ બનાવવા માટે જાણીતા ડિરેક્ટર છે. આ એક મોટા બજેટની ફિલ્મ હશે.શર્વરી માટે આ ફિલ્મ મહત્વની છે, કારણ કે તે પહેલી વખત યશરાજની ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે, તેનાં માટે પણ આ સપનું સાકાર થવા જેવી બાબત છે, આ ફિલ્મ તેનાં માટે એક મોટો બ્રેક માનવામાં આવી રહી છે.સામે અહાન પાંડે પણ ‘સૈયારા’માં બ્લોકબસ્ટર ડેબ્યુ કર્યા પછી યશરાજની ફિલ્મ્સમાં પાછો ફરી રહ્યો છે. તેથી હવે અહાન અને શર્વરીની જોડી કેવી લાગે છે તે જોવા અહાનના ફૅન્સ આતુર છે.
આ બંને કલાકારોની જોડીના રોમેન્સ વિશે ઘણી ઉત્સુકતા છે. અલી અબ્બાસ ઝફર આ પહેલાં ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘ભારત’, જેવી સફળ એક્શન ડ્રામા ફિલ્મ આપી ચુક્યા છે, તેથી તેમની પાસે આ ફિલ્મમાં પણ ઘણી અપેક્ષાઓ છે.
જોકે, આ ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ હજુ જાહેર થયા નથી. આ ફિલ્મ મોટા હજેટની હશે, એક્શનથી ભરપુર હશે અને સાથે તેમાં ઇમોશનલ ડ્રામા પણ હશે એવી ચર્ચા છે, સાથે જ યશરાજની ફિલ્મ હોવાથી તેમાં સંગીત અને ગીતો પણ મજા આવે એવાં હશે. બહુ જલ્દી આ ફિલ્મનું કામ શરૂ થશે, પરંતુ હજુ આ ફિલ્મ વિશે ઓફિશીયલ જાહેરાતની રાહ જોવાઈ રહી છે.SS1MS