કાંતારા ચેપ્ટર ૧ એ ૧૦ વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર-૧’ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થતા જ બાક્સ આૅફિસ પર અંદાજે ૧૧ ફિલ્મોનો રેકોર્ડ તોડી દીધો છે. હવે આ ફિલ્મે વિદેશોમાં ધમાલ મચાવી ફિલ્મના બજેટ કરતા બમણી કમાણી કરી છે. એટલું જ નહીં, ૧૦ વર્ષ પહેલા થયેલી ફિલ્મનો રેકોર્ડ પણ તોડ્યો છે.
‘કાંતારા ચેપ્ટર-૧’ ફિલ્મના પહેલા દિવસે એટલે કે દશેરાના દિવસે ૬૦ કરોડથી ઓપનિંગ કરનારી ફિલ્મે વર્લ્ડવાઇલ્ડ ૧૨૫ કરોડની કમાણી કરી ફિલ્મનું બજેટ રિકવર કર્યું છે. જો કે હવે રિષભ શેટ્ટીની ફિલ્મ બાક્સ આૅફિસ પર અન્ય ફિલ્મો માટે મોટો પડકાર બની છે. કારણકે ‘કાંતારા ચેપ્ટર-૧’એ માત્ર ૫ દિવસમાં વર્લ્ડવાઈદ ૧૦ વર્ષ જૂની ફિલ્મનો રેકોર્ડ પર તોડ્યો છે અને સાથે બજેટથી બમણી કમાણી કરી છે.
‘કાંતારા ચેપ્ટર-૧’નું પોસ્ટર રિલીઝ થયા પછી ફિલ્મને ઘણી લોકપ્રિયતા મળી રહી છે. ફિલ્મનું ટિઝર રિલીઝ થતા જ ભારત અને વિદેશમાં દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ ઓસ્ટ્રેલિયાથી લઈને જર્મની, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં પણ રિલીઝ થઈ હતી.
ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં, રિષભ શેટ્ટીની ફિલ્મે ઇં૨,૪૧૧,૦૫૭ ની કમાણી કરી હતી, જે ભારતીય મુદ્રા અનુસાર રૂ. ૨૧ કરોડ, ૩૯ લાખ થાય છે. ‘કાંતારા ચેપ્ટર-૧’એ વિદેશમાં જોરદાર કમાણી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર ફિલ્મે ૫ દિવસોમાં જ ગ્લોબલી ૩૬૨.૭૫ કરોડની કમાણી કરી લીધી છે.
ઓવરસીઝ માર્કેટમાં મૂવીનું કલેક્શન રૂ. ૫૫.૭૫ કરોડ સુધી પહોંચ્યું છે. રિષભ શેટ્ટીના દિગદર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર-૧’એ બેંગ-બેંગ, એક થા ટાઈગર, ધ કશ્મીર ફાઈલ્સ, ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક, ફાઇટર, દ્રશ્યમ અને રાની કી પ્રેમ કહાની જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે, પણ હવે આ ફિલ્મે ૧૦ વર્ષ પહેલા આવેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાજીરાવ-મસ્તાની’નો ગ્લોબલ બાક્સ આૅફિસ રેકોર્ડ પણ તોડ્યો છે. જે ૩૫૫ કરોડ રૂપિયાનો હતો.SS1MS