Western Times News

Gujarati News

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને ‘આર્મી ચીફ કોમેન્ડેશન કાર્ડ’ એનાયત

મુંબઈ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કોમેન્ડેશન કાર્ડ’ એનાયત કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમને સમાજ અને રાષ્ટ્રમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યું હતું.

મોહનલાલ ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ ધરાવે છે અને તેમણે વાયનાડ દુર્ઘટના દરમિયાન રાહત કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.મોહનલાલને તેમની દેશભક્તિ અને સેવાની ભાવના માટે આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું, જે યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. મોહનલાલને ૨૦૦૯ માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ આપવામાં આવ્યું હતું.

મોહનલાલ ટેરિટોરિયલ આર્મી સાથે સંકળાયેલા છે અને હંમેશા રાષ્ટ્રની સેવાને ટેકો આપ્યો છે. તેઓ તેમના સંગઠન, વિશ્વશાંતિ ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવામાં પણ સક્રિય છે.મોહનલાલ ૪૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે અને તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મોહનલાલે તેમના કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે અને તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં મોહનલાલને તાજેતરમાં કેરળ સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.૪ ઓક્ટોબરના રોજ કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મલયાલમ વનોલમ લાલસલમ કાર્યક્રમ દરમિયાન મોહનલાલને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યા હતા.

કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને આ કાર્યક્રમમાં કવિ પ્રભા વર્મા દ્વારા લખાયેલ પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું. તેમની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં “દ્રશ્યમ ૩,” “ન્૩,” “ખિલાડી ઓફ હેલ,” અને “પેટ્રિઅટ” માં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.