SSG આઈ હોસ્પિટલ અને બાવીશી આઈ હોસ્પિટલ્સે આંખોની સંભાળ માટે ભાગીદારીની જાહેરાત કરી

આ સહયોગ બાવીશી આઈ હોસ્પિટલના 60 વર્ષના વારસાને એએસજી આઈ હોસ્પિટલના સ્કેલ તથા ટેક્નોલોજી સાથે જોડે છે જેથી આંખોની સંભાળની એક્સેસ તથા પરિણામોમાં નવા માપદંડો સ્થાપી શકાય
અમદાવાદ, 87 શહેરોમાં 200 વિઝન સેન્ટર્સ અને 175થી વધુ હોસ્પિટલ્સ ધરાવતી ભારતની સૌથી ઝડપથી વિકસતી સુપર સ્પેશિયાલિટી આઈકેર ચેઇન્સ એએસજી આઈ હોસ્પિટલે આજે ગુજરાતમાં છ દાયકાથી વિશ્વસનીય સંભાળ પૂરી પાડતી ઓપ્થેમોલોજી ક્ષેત્રની અગ્રણી બાવીશી આઈ હોસ્પિટલ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ ભાગીદારીને રાજ્યમાં આંખોની સંભાળમાં પ્રગતિ સાધવાની દિશામાં પ્રતિષ્ઠિત સીમાચિહ્ન ગણાવી હતી.
મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાની નેત્ર સેવાની ઉપલબ્ધતા વિસ્તારવા માટે ભાગીદારી કરવા બદલ એએસજી આઈ હોસ્પિટલ અને બાવીશી આઈ હોસ્પિટલ્સને અભિનંદન પાઠવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સહયોગ ન કેવળ હેલ્થકેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે, પરંતુ વિશ્વકક્ષાની તબીબી સંભાળને સમુદાયોની નજીક પણ લાવે છે.
બંને હોસ્પિટલ્સનું આ જોડાણ બાવીશી હોસ્પિટલ્સમાં ઊંડે સુધી રહેલા સમુદાયના વિશ્વાસ તથા ક્લિનિકલ કુશળતાને એએસજીના નેશનલ નેટવર્ક, આધુનિક ટેક્નોલોજી તથા સ્ટાન્ડર્ડાઇઝ્ડ પ્રોટોકોલ્સ સાથે લાવે છે. આ ભાગીદારી સમગ્ર ગુજરાતમાં વિશ્વકક્ષાની આંખોની સંભાળની ઉપલબ્ધતામાં તાત્કાલિક વધારો કરશે અને બાવીશીના ઉત્કૃષ્ટતાના વારસાને જાળવી રાખશે.
આ સેન્ટર્સ પર એક જ છત હેઠળ ઓપ્થેમોલોજી માટેની તમામ સ્પેશિયાલિટીઝ અને સબ સ્પેશિયાલિટીઝ ચોવીસે કલાક ઉપલબ્ધ રહેશે જેમાં ચશ્માંના નંબર દૂર કરવા અથવા લેસિક, રેટિના સર્વિસીઝ, બાળકોની આંખના રોગો, માયોપિયા ક્લિનિક, એમ્બ્લીઓપિયા કરેક્શન, આંખનું કેન્સર, ઓક્યુપ્લાસ્ટી અને ફેસિયલ એસ્થેટિક્સ, ગ્લુકોમા મેનેજમેન્ટ, નેત્ર પ્રત્યારોપણ અને અન્ય બીજી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ પહેલનું નેતૃત્વ નીચે જણાવેલા તજજ્ઞો કરશેઃ
- ડો. દર્શિન બાવીશી જેઓ આંખોની વ્યાપક તથા વિશેષ સંભાળ પૂરી પાડવામાં 32 કરતા વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે જેમાં મોતિયાના ઓપરેશન, રિફ્રેક્ટિવ પ્રોસીજર્સ, ગ્લુકોમા મેનેજમેન્ટ અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશનનો સમાવેશ થાય છે.
- ડો. આલાપ બાવીશી જેઓ મોતિયાની સર્જરી, રિફ્રેક્ટિવ વિઝન કરેક્શન (LASIK, SMILE), ગ્લુકોમા કેર અને આંખોના વ્યાપક સ્વાસ્થ્યમાં આઠ કરતા વધુ વર્ષોથી નિપુણતા ધરાવે છે.
- ડો. ભાવિક પંચાલ જેઓ 14 કરતા વધુ વર્ષોનો અનુભવ ધરાવતા પ્રેક્ટિસિંગ ઓપ્થેમોલોજિસ્ટ છે જેઓ વિટ્રોરેટિનલ સર્જરી, યુવેઇટિસ ડિસઓર્ડર્સ, રેટિનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી (આરઓપી) અને કેટેરેક્ટમાં નિપુણતા ધરાવે છે. (તેઓ એલ વી પ્રસાદ આઇ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર છે).
- ડો. સ્નેહા ગણાત્રા પંચાલ જેઓ 12 કરતા વધુ વર્ષોનો અનુભવ અને પીડિયાટ્રિક ઓપ્થેમોલોજીસ્ટ, સ્ક્વિન્ટ અને કેટેરેક્ટ સર્જરીમાં નિપુણતા ધરાવે છે.
- ડો. ભવ્ય ગોકાણી કેટેરેક્ટ, રિફ્રેક્ટિવ વિઝન કરેક્શન અને ગ્લુકોમાની સારવારમાં નિપુણતા સાથે 8 કરતા વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે.
એએસજી આઈ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડો. અરુણ સિંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં એ એસ જીનું આગમન એ આંખોની આધુનિક સંભાળને દરેક વર્ગ સુધી પહોંચાડવાના અમારા મિશનમાં વધુ એક પગલું છે. બાવીશી સાથે ભાગીદારી કરીને અમે અમારા સ્કેલ તથા ટેક્નોલોજી સાથે તેમની ભરોસેમંદ સંભાળને જોડી શકીશું અને સમગ્ર ગુજરાતમાં પેશન્ટ-ફર્સ્ટ કેરની મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરી શકીશું.
ડો. અનિલ બાવીશી દ્વારા 1965માં સ્થપાયેલી બાવીશી આઈ હોસ્પિટલ્સ રિફ્રેક્ટિવ, પીડિયાટ્રિક અને સ્ટ્રેબિસ્મસ સર્જરીમાં લીડરશિપ માટે જાણીતી છે. આ ભાગીદારી હેઠળ દર્દીઓને બાવીશીની એક્સપર્ટ ટીમ દ્વારા સારવાર મળવાનું ચાલુ રહેશે, સાથે સાથે તેમને એએસજીની અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને સર્જિકલ સિસ્ટમનો લાભ અને સુપર-સ્પેશિયાલિસ્ટ ઓપ્થેમોલોજિસ્ટ્સના બહોળા નેટવર્કની એક્સેસ મળશે.
બાવીશી આઈ હોસ્પિટલ્સના ડિરેક્ટર ડો. દર્શિન બાવીશીએ ઉમેર્યું હતું કે બાવીશી આઈ હોસ્પિટલ અમદાવાદમાં વિશ્વસનીય નામ રહી છે, એક એવી હોસ્પિટલ જેને પરિવારોની અનેક પેઢીઓ તેની કરૂણાપૂર્ણ સંભાળ, તબીબી ઉત્કૃષ્ટતા તથા લાંબા ગાળાના સંબંધો માટે પસંદ કરતી રહી છે. અમે અમારી સેવાઓના 60 વર્ષ પૂરા કરી રહ્યા છીએ ત્યારે આ ભાગીદારી અમારી સફરમાં એક નવું પ્રકરણ ઉમેરે છે. એએસજી અમારા જેવા જ મૂલ્યો તથા ઉત્કૃષ્ટતા માટેની પ્રતિબદ્ધતા ધરાવે છે જેનાથી અમે વધુ દર્દીઓ સુધી પહોંચી શકીએ છીએ, વધુ સારા પરિણામો મેળવીએ છીએ અને મજબૂત ટેક્નોલોજી અને વિસ્તાર સાથે અમારા વારસા પર નિર્માણ કરીએ છીએ.