૧૯,૬૫૦ કરોડના ખર્ચે ૧,૧૬૦ હેક્ટર વિસ્તારમાં તૈયાર થયું આ નવું મુંબઈનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ

વડાપ્રધાન મોદીએ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન કર્યું; ભારતનું સૌથી આધુનિક અને પર્યાવરણને અનુકૂળ એરપોર્ટ તૈયાર
મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)નું ઉદ્ઘાટન કર્યું, જે ભારતનું સૌથી આધુનિક અને પર્યાવરણને અનુકૂળ એરપોર્ટ બન્યું.
રૂ. ૧૯,૬૫૦ કરોડના ખર્ચે ૧,૧૬૦ હેક્ટર વિસ્તારમાં આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ૩૦ સપ્ટેમ્બરે એરોડ્રોમ લાઇસન્સ આપી દીધું હતું. તંત્ર દ્વારા જાહેરાત કરાઈ હતી કે ડિસેમ્બર ૨૦૨૫ના પ્રથમ સપ્તાહમાં ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેશન્સ શરૂ થશે, ત્યારબાદના બે મહિનામાં આંતરરાષ્ટ્રીય કામગીરી પણ શરૂ થશે.
On the way to Navi Mumbai to take part in the programme marking the inauguration of Phase-1 of the Navi Mumbai International Airport. With this, the Mumbai Metropolitan Region will get its second major international airport, thus boosting commerce and connectivity. The final… pic.twitter.com/t6v82O6Een
— Narendra Modi (@narendramodi) October 8, 2025
મુખ્ય વિશેષતાઓ અને ક્ષમતા:
કનેક્ટિવિટીમાં સુધારો:
કનેક્ટિવિટી સુધારવા માટે અટલ સેતુથી કોસ્થલ રોડ સુધી એક નવો રોડ બનાવવામાં આવ્યો છે. મેટ્રો લાઇન ૮ ને પણ ટૂંક સમયમાં મંજૂરી મળવાની અપેક્ષા છે, જે નવી મુંબઈ અને મુંબઈ એરપોર્ટ બંનેને જોડશે. આ ઉપરાંત, ટૂંક સમયમાં વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે.
NMIA અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે મળીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે મલ્ટી-એરપોર્ટ સિસ્ટમનું નિર્માણ કર્યું, જે વાર્ષિક ૧૫૦ મિલિયન મુસાફરોની સંયુક્ત ક્ષમતા સાથે એક ઉડ્ડયન કેન્દ્ર સ્થાપિત કરશે. NMIA ના ઉદ્ઘાટનથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનની એર ટ્રાફિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો અને મુંબઈને વૈશ્વિક મલ્ટી-એરપોર્ટ સિસ્ટમની લીગમાં સ્થાન મળ્યું.
એરપોર્ટની માલિકી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ પાસે છે, જેમાં MIAL (૭૪ ટકા) અને CIDCO (૨૬ ટકા)નો સમાવેશ થાય છે.