સુરત મહાનગરપાલિકા દ્વારા ‘સ્વદેશી મેળા-૨૦૨૫’નું ભવ્ય આયોજન

સ્વદેશી મેળો–૨૦૨૫(શોપીંગ ફેસ્ટીવલ)
‘વોકલ ફોર લોકલ’ સાથે આત્મનિર્ભર ભારત તરફ એક પગલું
સુરત,દેશના સમૃઘ્ધ વારસાનો ગર્વ અનુભવતા સ્વદેશી વસ્તુઓની ખરીદી ઘ્વારા દેશના કારીગરો, કલાસર્જકો અને નાના ઉધ્યોગો, સાહસોના ઉત્પાદનનો સ્થાનિક કક્ષાએ ઉપયોગ વધારવા માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ”મેક ઇન ઇન્ડિયા” તેમજ ”વન ડિસ્ટ્રીકટ, વન પ્રોડકટ” જેવી પહેલ ને આગળ વધારી ”આત્મ નિર્ભર ભારત” થકી વર્ષ-ર૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા રાજય સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા કક્ષાએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી સ્થાનિક ઉત્પાદન, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેકટસ, ક્રાફટ તેમજ અન્ય સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપી ‘વોકલ ફોર લોકલ’ ની વિભાવનાને પ્રાધાન્ય આપવા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા-૨૦૨૫(શોપીંગ ફેસ્ટીવલ) નું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન આજરોજ માન. મેયર શ્રી દક્ષેશ માવાણીના વરદહસ્તે વાય જંકશન ડુમસ રોડ, સુરત ખાતેથી સંપન્ન કરવામાં આવેલ.આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપી ”વોકલ ફોર લોકલ”નો સંદેશ આપવાનો છે. આ મેળામાં સ્થાનિક ઉત્પાદકો, હસ્તકલાના કારીગરો, સ્વ–સહાયજૂથોને તેઓની કલાકૃતિઓનું ઉત્પાદન તથા વેચાણ કરવાની ઉત્તમ તક મળશે.
આ મેળામાં હસ્તકળાની વસ્તુઓ, માટીની બનાવટની વસ્તુઓ, ક્રાફટની વસ્તુઓ, નાના ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ, ઘરગથ્થું ચલાવનારોઓ વિગેરે મળી કુલ ૧૨૫ જેટલા સ્વદેશી ઉત્પાદનકારોને સ્ટોલો વિનામૂલ્યે ફાળવવામાં આવેલ છે.
આ સાથે આ મેળામાં શહેરીજનોના મનોરંજન માટે સુરત શહેરની વિવિધ શાળા અને કલા સંસ્થાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ, કઠપૂતળી શો સાથે અન્ય કળાઓ જેમ કે વાંસળીવાદક, વિકલાંગ ગરબા તથા ઓરકેસ્ટ્રા લાઇવ પેઇન્ટિંગ, કેશિયો પ્લેયર, કરા ઓકે આધારિત ઓર્કેસ્ટ્રા અને કચ્છી ઘોડી તથા ઢોલ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તથા નાના બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન પ્લે એરીયામાં વિવિધ રમતની પ્રવૃત્તિઓ, મેજીક શો, યોગા શો, પપેટ શો, ટેટૂ આર્ટ, રંગોળી આર્ટ તથા ફન ગેમ્સનું આયોજન કરવામાં આવેલ.
શહેરીજનોને આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી, સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સુરત શહેરના ઉત્પાદનકારોના આત્મનિર્ભર વિકાસમાં સહભાગી બનવા સુરત મહાનગરપાલિકા અપીલ કરે છે.આ કાર્યક્રમમાં માન. સંસદસભ્ય શ્રી મુકેશભાઇ દલાલ, માન. ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ, માન.સ્થાયી સમિતિ અદયક્ષ શ્રી રાજન પટેલ, માન.નેતા શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રીપાઠી, માન.પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી પરેશભાઇ પટેલ, માન. વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, માન.મ્યુ.સદસ્યશ્રીઓ, મિડીયાના મિત્રો, સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા ઉપસ્થિત શહેરીજનોએ આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું.