વિસનગરની સગીરા પર સામૂહિક રેપ કેસમાં ૬ આરોપીઓને ઝડપી લેવાયા

મહેસાણા, વિસનગરની સગીરાનું રસ્તા પરથી બાઈક પર અપહરણ કરી વિવિધ સ્થળે લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચરવાની ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે પોલીસે છ આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, ઘટનાની જાણ થતાં બુધવારે પોલીસ સ્ટેશન આગળ લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને આરોપીઓનું સરઘસ કાઢી સબક શિખવાડવા સહિત સખત કાર્યવાહીની માંગ કરી હતી.
વિસનગરની એક સગીરાને ગત તા. ૪-૧૦-૨૫ની રાત્રે સાડા નવેક વાગ્યે જાહેર રોડ પરથી પવન ઠાકોર અને વિજય ઠાકોર બુલેટ બાઈક પર બેસાડી અપહરણ કરીને પીંડારિયા તળાવથી આગળ ખેતરમાં લઈ જઈ બંને જણાએ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાં આવેલા રાજ ઠાકોર અને રાજ ઠાકોરના કાકાના દીકરાએ દુષ્કર્મ આચર્યું હતું.
જે બંને જણા તેણીને એક્ટિવા પર બેસાડી શહેરમાં ઉતારી ગયા હતા.ચાલતી ઘરે જતી હતી તે વખતે સોહમ ઠાકોર તેણીને એક્ટિવા પર ઘરે મુકવા જવાનું કહીંને પીંડારિયા તળાવ બાજુ લઈ જઈ ત્યાંથી પવનની ઓફિસે લઈ જઈ ત્યાં એક રૂમમાં સોહમ અને રાજ ઠાકોરે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને એક્ટિવા પર તેણીને ફરીથી બજારમાં ઉતારી ગયા હતા.
તે ચાલતી જતી હતી તે વખતે એક્ટિવા લઈને આવેલા પ્રકાશ મોદી તથા બીજા એક શખ્સે તેણીને ઘરે મુકી જવાના બહાને માયા બજાર તરફ લઈ જઈ ત્યાં બીજો શખ્સ ઉતરી ગયો હતો અને પ્રકાશ મોદી તેણીને તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં પ્રકાશ મોદીએ તેણીને બે રાત્રિ ગોંધી રાખીને અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તા.૬-૯-૨૫ના બપોરે પ્રકાશ મોદીએ દેવ નામના શખ્સે બોલાવી તેણીને સ્કુટર પર બજારમાં ઉતારી કોઈને નહીં કેવા માટે ધમકી આપી હતી. બે દિવસથી ગુમ સગીરાની પરિવારજનો શોધખોળ દરમિયાન ઘરે આવેલી સગીરાએ હકીકત જણાવતાં પોલીસે ગુનો નોંધી છ આરોપીઓને ઝડપી લીધા હતા.
ડીવાયએસપી એ જણાવ્યું કે, સગીરાએ હકીકત જણાવતાં વિજયજી અશોકજી ઠાકોર, પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને પ્રકાશ મોદીને પકડી લીધા હતા.
જેમની પૂછપરછ દરમિયાન ફરિયાદની હકીકતને સમર્થન મળતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને ગેસ્ટહાઉસમાં પણ લઈ જવાઈ છે. ગેરકાયદે એન્ટ્રી આપેલી હશે તો ગેસ્ટહાઉસના માલિક સામે કાર્યવાહી કરીશું.SS1MS