આયર્નમેન ઇન્ડિયાનો ચહેરો બની અભિનેત્રી સૈયામી ખેર

મુંબઈ, સૈયામી ખેરે સપ્ટેમ્બર ૨૦૨૪માં પહેલી વખત ઘણી મહેનત અને તૈયારી પછી આયર્નમેન ૭૦.૩ પુરી કરી હતી અને પછી જુલાઈ ૨૦૨૫માં તેણે બીજી વખત આ સખત શિસ્ત અને મહેનત માગી લેતી ટ્રાએથલોન પુરી કરી હતી.
આયર્નમેન ૭૦.૩ અથવા તો હાફ આયર્નમેનમાં કુલ ૭૦.૩ માઇલ્સનો સમાવેશ થાય છે, જેમાં ૧.૯ કિમી સ્વીમિંગ, ૯૦ કિમી સાઇકલિંગ અને ૨૧.૧ કિમી.નું રનિંગ એક જ દિવસમાં એકસાથે પૂરું કરવાનું હોય છે.
તેની શિસ્ત અને સખત મહેનત તેમજ સાતત્યથી ઘણા લોકોને પ્રેરણા મળી છે, તેના કારણે આયર્નમેન ઇન્ટરનેશનલ કમિટીએ સૈયામી ખેરને આ મેરેથોનનો ખાસ ચહેરો બનાવવાનું સન્માન આપવાનું નક્કી કર્યું છે, જેઓ શક્તિ અને દૃઢ મનોબળનું ઉદાહરણ પૂરું પાડે છે, તેમને આ સન્માન મળે છે.
આ અંગે આભાર વ્યક્ત કરતાં સૈયામી ખેરે જણાવ્યુ, “હું સખત ગર્વ અનુભવું છું અને આયર્નમેન ઇન્ડિયાનો ચહેરો બનીને ખુબ ઉત્સુક છું, ભારતમાં તે ૯ નવેમ્બરે ગોવામાં યોજાવાની છે.
હું જે જુસ્સા, સાતત્ય અને ક્યારેય હાર ન માનવાના વિચારોમાં માનું છું તેનું આ સફર પ્રતિનિધિત્વ કરે છે, મેં કોઈ રેકોર્ડ બનાવવા માટે એક વર્ષમાં બે વખત આયર્નમેન ૭૦.૩ પુરી નહોતી કરી, ત મારી પોતાની મર્યાદાઓને પડકારવા માટે કરી હતી.
તકવાનો દરેકલ સ્ટ્રોક, દરેક યુફિલ સફર, દોડનું દરેક ડગલું મને યાદ કરાવતું હતું કે માનવીય મગજ અને શરીરમાં કેટલી ક્ષમતાઓ રહેલી હોય છે.”આગળ સૈયામીએ કહ્યું, “મારા માટે આયર્નમેન માત્ર એક રેસ નથી, એ એક વિચારધારા છે, જીવન જીવવાની એક શૈલી છે.
એક્ટિંગ હોય કે રમત-ગમત મેં હંમેશા મારી મર્યાદાઓની પાર જઈને મહેનત કરવાનો પ્રયત્ન કર્યાે છે. મને આશા છે કે હું વધુ ભારતીયોને પ્રેરણા આપી શકીશ, ખાસ કરીને મહિલાઓ, જેઓ રમત-ગમતમાં આગળ વધવા માગે છે.
દર વર્ષે ભારતીયોની સંખ્યામાં જે વધારો થાય છે, તે જોઇને મને ઘણી ખુશી થાય છે, સભ્યો દર વર્ષે વધી રહ્યા છે, તે જોઈને ઘણું સારું લાગે છે. તેની સાથે જે આનંદ, સ્થિતિસ્થાપકતા અને આત્મવિશ્વાસ આવે છે, તે ખરેખર જીવન બદલી નાંખે એવા છે.
આયર્નમેન ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે જાણે એક ચક્ર પુરૂં થયા બરાબર છે. હું એવા સમાજનું પ્રતિનિધિત્વ કરું છું, જેઓ શક્તિ, દૃઢવિશ્વાસ અને દૃઢતાને ઉજવે છે.”સૈયામી ઇચ્છે છે કે તે આ પડકાર અને ટ્રાએથલોન માટે વધુ ભારતીયોને પ્રેરિત કરે, જેનાથી તેમની તંદુરસ્તી વધે અને તેમની માનસિક દૃઢતામાં પણ વધારો થાય. આયર્નમેનની પણ આશા છે કે સૈયામી વધુ સબ્યોને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપશે.SS1MS