અભિનેત્રી સમંથા આખરે ‘મા ઇંતિ બંગારમ’થી તેલુગુ ફિલ્મમાં પરત ફરશે

મુંબઈ, સમંથા રુથ પ્રભુ છેલ્લે ૨૦૨૩માં શાકુંતલમ અને કુશી નામની તેલુગુ ફિલ્મોમાં જોવા મળી હતી. આ વર્ષે તે ફરી તેલુગુ ફિલ્મમાં પાછી ફરી પરંતુ તેણે શુભમ નામી હોરર કોમેડીમાં એક કેમિયો કર્યાે હતો. તેના બેનર તરલા મુવિંગ પિક્ચર્સમાં તેણે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં તેણે જણાવ્યું કે ટૂંક સમયમાં તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી રહી છે.
૨૦૨૪માં પોતાના બર્થડે પર તેણે જાહેરાત કરી હતી કે તે ‘મા ઇંતિ બંગારમ’ ફિલ્મ પ્રોડ્યુસ કરશે અને તેમાં એક્ટિંગ પણ કરશે. તેનું ફર્સ્ટ લીક પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં તે સાડી પહેરીને હાથમાં બંદૂક લઇને ઉભી હતી, તેના હાથમાં મહેંદી લાગેલી હતી અને તેના ચહેરા પર લોહીનાં છાંટા હતા.
ત્યાર પછી આ ફિલ્મ વિશે કોઈ અપડેટ આવી નહોતી, ત્યારે હવે તેણે જાહેર કર્યું છે કે એ ફિલ્મ પડતી મુકાઈ નથી. તેને આગામી તેલુગુ ફિલ્મ વિશે પૂછાતા સમંથાએ જવાબ આપ્યો હતો કે, ‘આખરે, મારી પાસે આ પ્રશ્નનો જવાબ છે.
‘મા ઇંતિ બંગારમ’.’ આ મહિને આખરે હવે આ ફિલ્મ શરૂ થશે. જોકે, હજુ આ ફિલ્મના ડિરેક્ટર અને અન્ય વિગતો જાહેર થઈ નથી. છેલ્લે તે ૨૦૨૪માં ઓટીટી પર ‘સિટેડેલઃ હની બની’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે સિરીઝ ‘રક્તબ્રહ્માંડ’માં પણ કામ કરી રહી છે.SS1MS