ઈન્સ્ટાના કારણે નાગ ચૈતન્ય અને શોભિતા નિકટ આવ્યા

મુંબઈ, નાગ ચૈતન્યએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં નાગ ચૈતન્યએ જણાવ્યું કે તે કઈ રીતે તેની હાલની પત્ની શોભિતા ધુલીપાલાને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો અને તેમની લવસ્ટોરીમાં સોશિયલ મીડિયા કેટલું અગત્યનું છે. જ્યારથી લગ્ન થયાં ત્યારથી શોભિતા ધુલીપાલા અને નાગ ચૈતન્ય એક ક્યુટ કપલ તરીકે ઓળખાય છે. તેમના ફૅન્સને તેમની કેમેસ્ટ્રી હંમેશા પસંદ પડી છે.
ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલેબ્રિટી કપલ છે, જેઓ કોઈ ફિલ્મના સેટ પર મળ્યા કે કોઈ પાર્ટીમાં મળ્યા અને તેમની લવ સ્ટોરી શરૂ થઈ, પરંતુ આ બંને કોઈ ટીનેજરની જેમ ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા.
તાજેતરમાં નાગ ચૈતન્ય એક ડીજીટલ ટોકશોમાં હાજર રહ્યો હતો, જેમાં તેણે શોભિતાને મળવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામનો આ લવબડ્ર્ઝને નજીક લાવવામાં મહત્વનો ફાળો હતો. નાગ ચૈતન્યએ જણાવ્યું, “અમે ઇન્સ્ટાગ્રામ પર મળ્યાં હતાં. મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે હું મારા પાર્ટનરને ત્યાં મળીશ.
હું તેના કામથી પરિચિત હતો. એક દિવસ મેં જ્યારે શોયુ (તેનું ક્લાઉડ કિચન) વિશે પોસ્ટ કરી તો, તેણે એક ઇમોજી સાથે કમેન્ટ કરી હતી. તેથી મેં તેની સાથે ચેટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી થોડા જ સમયમાં અમે મળ્યાં.”ચૈતન્યએ શોભિતાને તેના જીવનની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ ગણાવી હતી. આ શોમાં એક રેપિડ ફાયર પ્રશ્નોના જવાબમાં જ્યારે ચૈતન્યને પૂછાયું કે એક વસ્તુ જેના વિના તે જીવી ન શકે.
તેના જવાબમાં તરત જ તેણે જવાબ આપ્યો, “મારી પત્ની.”આ સાથે તેણે શોભિતા સાથે એક રમુજી કિસ્સો પણ યાદ કર્યાે હતો, જેમાં શોભિતા તેના એક ગીત બુજી થલ્લી માટે ગુસ્સે થઈ હતી. આ કિસ્સો યાદ કરતા તેણે કહ્યું કે તેણે તેની પત્નીને બુજી થલ્લી નામ આપ્યું છે, તેને લાગ્યું કે તેણે ડિરેક્ટર ચંદૂ મોંદેતીને આ નામ તેની ફિલ્મ માટે ઉપયોગમાં લેવા દીધું.
“એ થોડાં દિવસો સુધી મારી સાથે બોલી પણ નહોતી – પરંતુ હું આવું કેમ કરું?” નાગ ચૈતન્યએ થંડેલ ફિલ્મમાં લીડ રોલ કર્યાે હતો. આ તેલુગુ રોમેન્ટિક ફિલ્મ હતી, જેમાં પાકિસ્તાનમાં ભુલથી પ્રવેશી જતા એક ખલાસીની વાત હતી.SS1MS