ગુજરાત-જાપાનના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા CMની જાપાનના એમ્બેસેડર સાથે ચર્ચા

Mehsana, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (ઉત્તર ગુજરાત) અંતર્ગત જાપાનના એમ્બેસેડર શ્રી કેઇચી ઓનો સાથે બેઠક યોજીને ગુજરાત-જાપાનના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ચર્ચા હાથ ધરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવામાં જાપાનના મહત્ત્વપૂર્ણ યોગદાનની સરાહના કરી હતી તેમજ ઓટોમોબાઇલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત વેલ્યૂ-એડેડ એગ્રો અને ડેરી પ્રોડક્ટ્સ, લોજિસ્ટિક્સ, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ કરવા જાપાનિઝ કંપનીઓને આમંત્રણ પાઠવ્યું હતું.