Western Times News

Gujarati News

મહેસાણા VGRCમાં નવા GIDC એસ્ટેટ્સ અને સ્માર્ટ GIDCની જાહેરાત તથા MoU એક્સચેન્જ કરાયાં

સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે GRIT દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ

મહેસાણા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના ધ્યેય આવી કોન્ફરન્સને સુપેરે પાર પાડશે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કેવડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનું જે આહવાન કર્યું છેતેમાં સ્થાનિક ઉદ્યોગો પણ સહભાગી થઈ શકેએટલું જ નહીં પ્રાદેશિક ક્ષમતાઓ પણ વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ શકે તે માટે આવી રિજનલ કોન્ફરન્સીસ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સની શૃંખલામાં ઉત્તર ગુજરાતની વીજીઆરસીનો પ્રારંભ મહેસાણાની ગણપત યુનિવર્સિટીના પરિસરથી કરાવ્યો હતો. આ બે દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય રેલવે અને માહિતી- પ્રસારણ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓ તથા દેશ-વિદેશના વિવિધ ડેલિગેટ્સ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આ ઉદ્ઘાટન સત્રમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઉત્તર ગુજરાતના પ્રદેશની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલા ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું.

રિજનલ એસ્પિરેશન્સગ્લોબલ એમ્બિશન્સના ધ્યેયમંત્ર સાથે મહેસાણામાં શરૂ થયેલા બે દિવસીય પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત સહિત અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાન સહિત સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે GRIT દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરારો પણ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.

આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩)ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે.

આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન  ક્ષમતાઓને અનુરૂપફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.

આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવરાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈઆરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતકૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા જાણીતા ઉદ્યોગકારોવિવિધ દેશોના રાજદૂતોવૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસગે કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વેપારી રાજ્ય તરીકેની ઓળખ બદલવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી એક અભિનવ પહેલ રૂપે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોતર સફળતાથી ગુજરાત ગ્લોબલ ગેટ વે ટુ ધી ફ્યુચર‘ બન્યું છે. એટલું જ નહીં ૨૪ વર્ષમાં ૬૮.૯ બિલિયન યુ.એસ ડોલર એફડીઆઈ અને દેશના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત ૧૮ ટકાના ફાળા સાથે અગ્રેસર છે.

તેમણે કહ્યું કેરાજ્યમાં ઉદ્યોગ-ધંધા અને વેપારને વેગ મળે એ માટે શ્રી નરેન્દ્રભાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટઇઝ ઓફ ડુઈંગ બિઝનેસસ્કિલ્ડ મેનપાવર પર જોક આપીને તથા પ્રોએક્ટિવ પોલીસીથી ગુજરાતને પોલીસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે.

વડાપ્રધાનશ્રી આપેલા ગુજરાતના વિકાસના વિઝન અને ક્ષમતા પર લોકોના વિશ્વાસ અને વૈશ્વિક અભિગમને કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,  દેશના વિકાસના રોલ મોડલ ગુજરાતની જે પ્રાદેશિક વિશેષતાઓ અને ઉદ્યોગિક ઉત્પાદન ક્ષમતા છેતેને પણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આ ઉપક્રમ પ્રયોજ્યો છે.

આના પરિણામેસ્થાનિક ઉત્પાદનોને વેગ મળશેઆત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર થશે તથા પ્રાદેશિક કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આવતા વડાપ્રધાનશ્રીએ મેડ ઇન ઇન્ડિયા- મેક ફોર ધ વર્લ્ડનો જે વિચાર આપ્યો છે એ ગુજરાતના વિવિધ પ્રદેશો પોતાની આગવી પ્રોડક્ટ અને ઔદ્યોગિક ઉત્પાદનોથી સાકાર કરશે.

વર્ષ ૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા એમઓયુમાંથી ૭૧૦૦ જેટલા એમઓયુ ઉત્તર ગુજરાત માટે થયા હતાતેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેઆ એમઓયુના ૭૨ ટકા એટલે કે ૫ હજારથી વધુ પ્રોજેક્ટ તો કમિશન્ડ પણ થઈ ગયા છે.

તેમણે કહ્યું કેઉદ્યોગ અને ખેતી બેય માટે પાણી મહત્વનું છે એ વાત ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઈ સારી રીતે જાણતા હતા અને એટલે જ તેમણે સુજલામ સુફલામ યોજનાનર્મદા યોજના અને લિફ્ટ ઇરીગેશનની વિવિધ યોજનાઓથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યુંએટલું જ નહીં જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક વીજળી પણ પહોંચાડી છે.

વીજળી અને પાણી મળતા આ વિસ્તારના ખેડૂતોને એકથી વધુ સિઝનલ પાક લેવાની તક મળી છે અને એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશનના વડાપ્રધાનશ્રીના વિઝનથી ઉત્તર ગુજરાતમાં એગ્રો ઇન્ડસ્ટ્રી વિકસી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કેઉત્તર ગુજરાતની ખાસ કરીને રણ વિસ્તારની ભૂમિ જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છેતે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકામાં વિકસાવ્યો હતો.

બેચરાજી માંડલ અને વિઠલાપુરના ઉદ્યોગોથી વંચિત રહેલા વિસ્તારોને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બનાવીને આખા વિસ્તારને ઓટો મોબાઈલ ઉદ્યોગોથી ધમધમતા કરી વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દેશના ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કેવાઇબ્રન્ટ સમિટને કારણે રાજ્યમાં મોટા ઉદ્યોગો આવ્યા તેને અનુરૂપ આનુષાંગિક નાના એમએસએમઈનો પણ વિકાસ થયો છે અને ૨૭ લાખથી વધુ એમએસએમઈ ગુજરાતમાં કાર્યરત છે.

વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની બે દાયકાની સફળતાને પ્રાદેશિક સ્તરે લઈ જવાની નેમ સાથે સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો નિર્ધાર કર્યો છે.

ઉત્તર ગુજરાતની આ કોન્ફરન્સમાં રીન્યુએબલ એનર્જીડેરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ  જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આગામી સમયમાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારની વીજીઆરસીમાં એન્જિનિયરિંગસિરામિક ઉદ્યોગોબ્રાસ પાર્ટસફિશરીઝ એન્ડ મરિન પ્રોડક્ટ્સ પર ફોકસ કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતની આવી વીજીઆરસીમાં જેમ્સ એન્ડ જ્વેલરીટેક્સટાઇલ તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અને મધ્ય ગુજરાતમાં યોજાનારી વીજીઆરસીમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સગ્રીન મોબિલિટીકેમિકલ્સઈવી જેવા ક્ષેત્રોને વિજીઆરસીથી વૈશ્વિક સ્તરે એક્સપોઝરથી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ અને વિકસિત ભારત @૨૦૪૭ માટે આત્મનિર્ભર ભારતનું ચાલકબળ બનાવવા છે.

મુખ્યમંત્રીશ્રીએ બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતવોકલ ફોર લોકલ અને સ્વદેશીનો જે મંત્ર આપ્યો છે તેને સેમી કંડક્ટરએરોસ્પેસ એન્ડ ડિફેન્સમેડિકલ ડિવાઇસીસગ્રીન એનર્જીઅને ઈલેક્ટ્રીક મોબિલિટી વગેરે જેવા ઉભરતા આત્મનિર્ભરતા ક્ષેત્રો સાથે વર્લ્ડ લીડર બનવાની દિશામાં સફળ થવા માટે રિજનલ એસ્પીરેશન અને ગ્લોબલ એમ્બિશનની થીમ સાથેની આવી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ મહત્વની ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.