Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન માટે લારી-ગલ્લાના દબાણ માથાનો દુખાવો બન્યા છે!

file

મ્યુનિ. કોર્પોરેશનની સુરક્ષા વધુ મજબૂત બનાવવા નિવૃત્ત કર્નલની સેવા લેવામાં આવશે

સી.એન.સી.ડી.અને એસ્ટેટ વિભાગ માટે નિવૃત્ત કર્નલનું માર્ગદર્શન મહત્વનું રહેશે-૧ લાખ સુધીનો પગાર ચુકવવામા આવશે:  દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. બીજી તરફ એક વખત એક સ્થળેથી ઉઠાવેલા દબાણ બાદ ફરીથી બીજા દિવસે નવી લારી સાથે ત્યાં દબાણો ઉભા થઇ જાય છે,

આ તમામ સ્થિતિમાં પોલીસ સાથે સંકલન, મ્યુનિ.ની સીક્યોરીટી સાથે સંકલનથી લઇને તમામ સ્થિતિનું આંકલન કરી યોગ્ય પગલા લેવાય તે માટે મ્યુનિ. દ્વારા નિવૃત કર્નલ કક્ષાના અધિકારીની નિમણુંક કોન્ટ્રાક્ટ પર કરવામાં આવી છે. જેને તંત્ર દ્વારા રૂ. ૧ લાખ સુધીનો પગાર ચુકવવામા આવશે. સ્ટેન્ડીંગ કમિટિએ આ કામગીરી માટે કર્નલ રૂચીર કે વોરાની નિમણુંક કરતી દરખાસ્તને મંજુર કરી છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ શહેરમાં સીએનસીડી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલતી હોય છે. ત્યારે તેમનેસંકલન માટે ઝોન પ્રમાણે પોલીસ ટીમ પણ નિયત કરવામાં આવી છે, ત્યારે આ કામગીરી પર સુપરવિઝનની કામગીરી પણ નિયુક્ત કર્નલ કક્ષાના અધિકારીની રહેશે. શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે

જ્યારે પણ કોઇ અનિચ્છનીય બનાવ બને ત્યારે પોલીસ વિભાગ સાથે સંકલન કરીને તમામ કામગીરી સંભાળવાની જવાબદારી પણ આ અધિકારીની રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો હટાવવાની કામગીરી થાય ત્યારે કે પછી એસ્ટેટ વિભાગ હસ્તના મ્યુનિ.બિલ્ડીંગની સુરક્ષાને લગતી કામગીરી, ભદ્રપ્લાઝા વિસ્તારમાં પીળા પટ્ટાથી ર્માકિંગની જગ્યા સિવાય દબાણ મુક્ત રહે તે જોવાની પોલીસ સાથએ સંકલન કરવાની તેમજ સિક્યોરીટી વિભાગના સુપરવિઝનની કામગીરી પણ આ અધિકારીને સોંપવામા આવશે.

મ્યુનિ.ની કચેરીઓમાં જ્યારે રેલી સ્વરૂપે નાગરીકો આવે ત્યારે તેની તમામ બાબતોની જાળવણી કરવી, સીક્યોટીરી બાબતનું આંકલન કરવું. અસરકાર વહેંચણી કરવી, સીક્યોરીટી સ્ટાફની વહેંચણી કરવી, તેમની વર્તણુંક અને સ્કીલ ડેવલપમેન્ટની કામગીરી કરવી, તથા તમામ બાબતોમાં પોલીસ સાથે સંકલન કરી કામગીરી કરાવવાની જવાબદારી આ અધિકારીની રહેશે.એન્ફોર્સમેન્ટ ઓફિસને હાલ ૬ મહિના માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા છે જેમનો માસીક પગાર રૂ. ૧લાખ જેટલો નક્કી કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.