Western Times News

Gujarati News

સિરામીકના 9 યુનિટો સીલઃ GPCBની કામગીરી શંકાના દાયરામાં અધિકારીઓએ મોઢા સીવી લીધા

પ્રતિકાત્મક

કોઈનો ડર કે મહેરબાની ?- પેટકોકના વપરાશ બદલ સીલ કરેલા નવ સિરામિક એકમના નામ જાહેર ન કરાયા

મોરબી, મોરબીના કેટલાક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો વપરાશ શરૂ કરવામાં આવતા આ મામલે ફરિયાદોનો ધોધ વછુટતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરીએ કડક પગલાં લઈ આવી નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ પકડી પાડી નવ ફેકટરીઓને સીલ કરી સવા કરોડ દંડ ફટકાર્યો છે.

જો કે આ કાર્યવાહીને અનેક દિવસો વીતી ગયા છતાં પણ હજુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ નવ સિરામિક પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ નવ સિરામિક એકમોના નામ જાહેર કરવાની તસ્દી લીધી નથી.

મોરબીના કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા પેટકોક એટલે કે, પેટ્રોલિયમ કોલસાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, મોરબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એક ઉચ્ચ અધિકારીના આર્શીવાદથી લાંબા સમયથી આ કાંડ ચાલી રહ્યો હોય ઉચ્ચકક્ષાએ ફરિયાદો પહોચી હતી. જેને પગલે જીપીસીબીમાં નવા અધિકારી સંજય માલસ્તરની નિમણુંક થતા જ પેટકોક વપરાશની ફરિયાદો મામલે ગંભીરતાથી લઈ ૧૫થી વધુ ફેકટરીઓમાં ચેકીંગ કરવામાં આવતા નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ સામે આવ્યો હતો.

બે ફેકટરીઓ લઘુ ઉદ્યોગની વ્યાખ્યામાં આવતી હોવાથી ૧૦-૧૦ લાખ તેમજ અન્ય સાત ફેકટરી મધ્યમ કક્ષાની હોય એક એક ફેકટરીને ૧૫-૧૫ લાખ મળી ૧.૦૫ કરોડનો દંડ ફટકારવામાં આવતા કુલ મળી ૧.૨૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે આ નવેય ફેકટરીને સિલ કરાઈ છે.

મોરબીમાં જેટલું પ્રદુષણ ફેલાઈ રહ્યુ છે તેટલી જ પ્રદુષિત જીપીસીબીની કામગીરી પણ છે.કારણ કે જીપીસીબીએ કાર્યવાહી કરી તેની વિગતો તો જાહેર કરી છે, પણ ક્યા સિરામિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

આ મામલે જીપીસીબીના સ્થાનિક અધિકારીને ત્રણ વખત નામો પુછવામાં આવ્યા હતા. પણ અધિકારીએ પોતાના મોઢા સીવી લીધા હોય તેમ ગલ્લા તલ્લા જ કરતા જોવા મળ્યા છે. આમ જાણે પેટકોક વાપુરતા સિરામિક એકમોની અધિકારીઓ ઉપર મહેરબાની હોય તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે.

હાલ મોરબી જીપીસીબી કચેરીમાં નવા આવેલા અધિકારી સંજય માલસ્તરનો આ બાબતે અવારનવાર ફોન પર સંપર્ક કરતા તે ફોન ઉપાડતા નથી તેથી તેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.