108થી વધુ અબોલ પશુઓની ૧૦૦થી વધુ નિષ્ણાત ડોકટરોએ જટિલ શસ્ત્રક્રિયા કરી

વિવિધ રોગોથી પીડાતા ૧૦૮થી વધુ પશુઓની સર્જરી કરાઈ પારસધામ- જૂનાગઢમાં -ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી યોજાયેલ નિઃશુલ્ક કેમ્પમાં ૧૦૦થી વધુ તબીબોની ઉપસ્થિત
રાજકોટ, અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી પારસધામ ગિરનાર જૂનાગઢના સથવારે રોગગ્રસ્ત અબોલ પશુઓને વેદના મુકત કરવા નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો હતો.
જેમાં સૌરાષ્ટ્રના અનેક ગામમાંથી આવેલા કેન્સરગ્રસ્ત, વિવિધ રોગગ્રસ્ત એવા ૧૦૮થી વધુ અબોલ પશુઓની ૧૦૦થી વધુ નિષ્ણાત ડોકટર્સ દ્વારા અદ્યતન સુવિધા સાથેની જટિલ શસ્ત્રક્રિયા કરીને શાતા પમાડવામાં આવી હતી.
પોતાની કાયા સાથે ૬પ-૬પ કિલોની ગાંઠ લઈને કારમી વેદનાથી કણસતા, કેન્સર જેવા ભયાનક રોગની દર્દનાક પીડાથી રીબાઈને જીવતા એવા ૧૦૮થી વધુ ગંભીર રોગગ્રસ્ત અબોલ પશુઓને મૂકપણે વંદન કરતાં ગુરુદેવ નમ્રમુનિ મહારાજની કરુણા ભાવનાથી અબોલ જીવોની શસ્ત્રક્રિયા દ્વારા એમને વેદના મુકત કરવાનો પારમાર્થિક પ્રયાસ કરાયો હતો.
પશુપાલન શાખા, ગુજરાત સરકારના સહયોગે બે દિવસ માટે આયોજીત કરવામં આવેલા આ શસ્ત્રક્રિયા કેમ્પમાં અત્યંત જટિલ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરાઈ હતી.
સૌરાષ્ટ્રના ૧ર જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારીઓ ડો. ભરતસિંહ ગોહિલ- વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક- રાજકોટ, ડો. દિલીપ પાનેરા, નાયબ પશુપાલન નિયામક,
આદી અધિકારીઓ, કર્મચારીઓ, પશુધન નિરીક્ષકો તબીકો કાર્યરત હતા. અબોલ પશુઓ પ્રત્યેની કરુણા ભાવના સાથે સ્વયં ગુરુદેવે બે દિવસ કલાકો સુધી કેમ્પમાં ઉપસ્થિત રહી એક એક પશુની સમીક્ષ જઈને તેમને મંત્રોચ્ચાર અને શુભ ભાવના દ્વારા શાતા પમાડતા સહુ વંદિત બન્યા હતા.
બે દિવસના કેમ્પમાં રાજકોટ, મુંબઈના અર્હમ યુવા સેવા ગ્રુપના અનેક સેવાભાવી ભાવિકો રપ ગૌશાળાના ગૌ સેવકો સમર્પિત હતા. જૂનાગઢના એમ.એલ.એ. સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ કમિશનર તેજસભાઈ પરમારના હસ્તે આ કેમ્પનું ઉદ્ઘાટન કરાયું હતું.