Western Times News

Gujarati News

ફુટપાથ સુતેલા યુવક અને યુવતી પર જેસીબીનું પાવડું ફરી વળ્યું

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) નડિયાદ, કપડવંજ નગરમાં દેહગામ રોડ પર આવેલ અમૂલના ચીલીંગ સેન્ટરની સામે તાલુકા પંચાયતના વરંડા પાસે રોડ પર વહેલી સવારના ખોટી રીતે પાર્ક જેસીબીને રોડ પર પૂરપાટ આવતા એક ડમ્પરએ પાછળથી ટક્કર મારતાં નજીકની ફૂટપાથ પર ચડી ગયેલ જીસીબીના પાવડાની અડફેટે આવી વરંડાની દીવાલ સાથે અથડાતા ફુટપાથ પર સુઈ રહેલ બે શ્રમજીવીના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ કપડવંજ નગરમાં દેહગામ રોડ પર આવેલ અમૂલના ચીલીંગ સેન્ટરની સામે તાલુકા પંચાયતના વરંડા પાસે ફૂટપાથ પર ગઈકાલે મોડી રાત્રિના સમયે શ્રમિક પંકજભાઈ ભવાનભાઈ પરમાર ઉ વ ૩૦ રહે મોતીપુરા તાબે ઝગડુપુર તા. કપડવંજ તેમના શ્રમિક સ્ત્રી મિત્ર ચંપાબેન શીવાભાઈ પુજાભાઈ વાઘરી રહે. માલઇંટાડી તા.કપડવંજ અને શ્રમિક મિત્ર ગૌતમભાઇ ઉર્ફે કવલો પ્રવિણભાઇ તિરગર વાતો કરી સુઈ ગયા હતા

ત્રણેય પાછલા રાત્રીની મીઠી નીંદર માણી રહ્યા હતા આ સમયે તેઓ સૂઈ ગયા હતા તે ફૂટપાટ પાસે રોડ પર એક ચાલકે પોતાનુ જેસીબી પાર્કગ લાઇટ કે અન્ય કોઇ લાઇટ ચાલુ રાખ્યા વિના પાર્ક કરી દીધુ હતું જેને લઈ રોડ પર દેહગામ તરફથી આવતા વાહનોને મુશ્કેલી પડતી હતી

દરમિયાન આજે વહેલી સવારના દહેગામ તરફથી પૂરપાટ આવતુ ડમ્પર નંબર ય્ત્ન ૧૮ મ્્‌ ૫૭૫૭ ત્યાં રોડ પર ર્પાકિંગ લાઈટ કે અન્ય કોઈ લાઈટ ચાલુ કર્યા વિના ખોટી રીતે પાર્ક કરેલ જે સી બી સાથે ધડાકા ભેર અથડાતા ફૂટપાથ ઉપર ચઢી ગયેલ જેસીબીના આગળના ભાગના પાવડાની અડફેટે આવી ગયેલ ફૂટપાથ પર વહેલી સવારની મીઠી નીંદર માણી રહેલ શ્રમિક પંકજભાઈ પરમાર અને તેમની સ્ત્રી મિત્ર ચંપાબેન વાઘરી ફંગોળાઇને નજીકમાં આવેલ તાલુકા પાંચાયતની દિવાલ સાથે અથડાયા હતા .

જેને લઇ શરીરે ગંભીર ઇંજાઓ પહોંચવાથી બંનેના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા આ દરમિયાન ડમ્પર ચાલક અને જેસીબી ચાલક ત્યાં થી રફુ ચક્કર થઈ ગયા હતા કપડવંજ શહેર પોલીસે આ અંગે જેસીબી ચાલક અને ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.