Western Times News

Gujarati News

કુતિયાણા નજીક ચૌટા ચેક પોસ્ટ પાસે રૂ.ર૯.૯પ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

પ્રતિકાત્મક

પોરબંદર, કુતિયાણા નજીક ચૌટા ચેક પોસ્ટ પાસે કુતિયાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.ર૯.૯પ લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલા ટ્રક સાથે ચાલકને પકડી લઈ તપાસ હાથ ધરી છે.

કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચૌટા ચેક પોસ્ટ પર રાત્રે શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને અટકાવ્યો હતો તપાસ કરતા વિદેશી દારૂના ર૦૦ બોકસ કે જેમાં નાની મોટી મળી કુલ ૬૧૪૪ બોટલ (કિ.રૂ.ર૯,૯પ,ર૦૦)ની મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

ટ્રક ચાલકની પુછપરછ કરતા તે મુળ પંચમહાલના ખાબડા ગામનો તથા હાલ અમદાવાદના બારકોડ વિસ્તારમાં અમદાવાદ – ગોધરા રોડ પર આવેલી જીઆઈડીસીમાં રહેતો હિંમતસિંહ કરણસિંહ વણઝારા (ઉ.વ.ર૪ હોવાનું જણાવ્યું હતું.

પકડાયેલા હિંમતસિંહ વણઝારાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂ તેણે મૂળ ભરૂચ તથા હાલ અમદાવાદ રહેતા ઋષભ વસાવાના કહેવાથી અમદાવાદની સહયોગ હોસ્પિટલ પાસેથી ટ્રકમાં ભર્યો હતો અને એક ઈસમે પોરબંદરની કોઈ પાર્ટીને આ દારૂ પહોંચાડવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ટ્રક ચાલક હિંમતસિંહ વણઝારા, દારૂ ભરાવનાર ઋષભ વસાવા તથા માલ જેની પાસે પહોંચતો કરવાનું જણાવાયું હતું

તે મોબાઈલ ધારક ઈસમ સામે ગુનો દાખલ કરીનેઆગળની પુછપરછ હાથ ધરી છે. પોરબંદરમાં દારૂની રેલમછેલ છે અને દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે મોટીમાત્રામાં દારૂ ઘુસાડવામાં અને વહેચવામાં આવતો હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે દારૂના રેકેટને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.