ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો

*ગુજરાતમાં ક્રિટિકલ મિનરલ્સના સંશોધન અને રોકાણની નવી દિશા: ઊર્જા અને ઉદ્યોગ માટે જરૂરી ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર નિષ્ણાતો દ્વારા ગહન ચર્ચા*
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ શૃંખલાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. ૯ અને ૧૦ ઓકટોબર દરમિયાન ચાલનાર આ કોન્ફરન્સના પ્રથમ દિવસે ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ‘ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો‘ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
આ પરિસંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ પ્રસંગે GMDCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો હતો.
During the GMDC–iCEM seminar on “Critical Minerals – Opportunities in this Sunrise Sector” at the Vibrant Gujarat Regional Conference 2025 (North Gujarat Region), held at Ganpat University, Mehsana, Shri Roopwant Singh, IAS, Managing Director of GMDC, along with senior management, presented a dividend cheque of ₹237.67 crore to the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel in presence of ACS to Hon’ble CM .
પરિસંવાદની શરૂઆતમાં GMDCના MD શ્રી રૂપવંતસિંઘે ગુજરાતનો મિનરલ ક્ષેત્રમાં વિકાસ અને મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વિઝન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ક્રિટિકલ મિનરલ્સની સમજણ, આધાર અને સ્ટ્રેટેજિક પરિપ્રેક્ષ્ય વિષય પર શ્રી એલિસ્ટર નીલ અને શ્રી ભાસ્કર રક્ષિતે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રકાશ પાડ્યો હતો. જેમાં વૈશ્વિક સ્તરે ક્રિટિકલ મિનરલ્સ માટે ભારતના વિકલ્પ, સપ્લાય ચેઇન્સ, વિકાસની સમીક્ષા, ભારત અને ગુજરાત માટેની તકો વગેરે બાબતે સવિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે કર્નીના પાર્ટનર શ્રી નિશાંત નિશ્ચલ, લિથિયમ રિસાયકલિંગ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસરશ્રી, મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટરશ્રી સહિતનાઓએ ક્રિટિકલ મિનરલ્સ વિષય પર પેનલ ચર્ચા કરી હતી.
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખનન અને ઊર્જાને વધુ શુદ્ધ, હરિત અને ટકાઉ બનાવવા સતત પ્રયત્નશીલ છે. GMDCએ ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન માઇનિંગ સેફ્ટી એન્ડ ઑટોમેશનની સ્થાપના કરી છે, જે નવીન તકનીકો પર કામ કરી રહ્યું છે. આ સંસ્થા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રમાં કૌશલ્ય, ભાગીદારી અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરે છે.
ભારતનું વિકસતું એરોસ્પેસ ક્ષેત્ર ટાઇટેનિયમ એલોય અને રેર અર્થ મેગ્નેટ્સ પર નિર્ભરતા રાખે છે જે વિમાનના એન્જિન અને એવિઓનિક્સ (Avionics) માટે જરૂરી છે. જ્યારે રક્ષણ ક્ષેત્રમાં રડાર, સોનાર અને મિસાઇલ માર્ગદર્શન સિસ્ટમ્સ માટે રેર અર્થ એલિમેન્ટ્સ જરૂરી બને છે. ગુજરાત ગ્રીન વ્હીકલ પોલિસી ૨૦૨૫ અંતર્ગત ઇવી અપનાવવાના અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોત્સાહન માટે સબસિડીનો લાભ આપી રહ્યું છે.
ગુજરાતની ખનિજ નીતિ અન્વેષણ, એક્સપ્લોઇટેશન અને મિનરલ આધારિત ઉદ્યોગોમાં રોકાણ આકર્ષવા પર કેન્દ્રિત છે, જે ટકાઉ વિકાસ અને સ્થાનિક રોજગારી પર ભાર આપી રહ્યું છે. GMDCએ ક્રિટિકલ મિનરલ્સ સેગમેન્ટમાં કુલ ₹4,500 કરોડના પ્રોજેક્ટ્સની યોજના બનાવેલી છે, જે રાજ્યની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભૂમિકા વધારશે.
ક્રિટિકલ મિનરલ્સ શું છે?
ક્રિટિકલ મિનરલ્સ એવા અગત્યના ખનિજો છે, જે સ્વચ્છ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે આવશ્યક છે, પરંતુ તેમના પુરવઠામાં વિક્ષેપ થવાનો ખતરો રહે છે. વૈશ્વિક સ્તરે લિથિયમ, કોબોલ્ટ, નિકલ અને રેર અર્થ્સ જેવા ખનિજો લો-કાર્બન અર્થતંત્રના આધારસ્તંભ છે. તેથી, વિશ્વના ઘણા દેશો આ ખનિજો સુધી સતત પહોંચ સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચનાઓ બનાવી રહ્યા છે.
ઊર્જા પરિવર્તન માટે જરૂરી ખનિજોમાં લિથિયમ, કોબોલ્ટ અને નિકલ બેટરીઓ માટે, રેર અર્થ્સ ઇલેક્ટ્રિક વાહનોના મોટર અને પવનચક્કીઓ માટે, કોપર વીજળીના ગ્રીડ માટે અને સિલિકોન તથા ગેલિયમ સોલાર પેનલ્સ અને સેમિકન્ડક્ટર્સ માટે મહત્ત્વપૂર્ણ છે. આ બધા મિનરલ્સ ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન અને રક્ષણ આધુનિકીકરણના મુખ્ય આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે.