કાયદાના અમલ પહેલાં ભ્રૂણ ફ્રીઝ કરનાર યુગલો માટે વયમર્યાદા નહીં

નવી દિલ્હી, સરોગેસી કાયદા અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સરોગેસી એક્ટ ૨૦૨૧ અમલમાં આવ્યો તે પહેલા જે યુગલોએ સરોગસી પ્રક્રિયા શરૂ કરી હોય તેમના પર કાયદા દ્વારા નિર્ધારિત વયમર્યાદા લાગુ પડી શકે નહીં. બાળકના સર્વાંગિણ વિકાસ અને શુક્રાણુ- ભ્રૂણની ગુણવત્તા અંગેની ચિંતાઓ આ કાયદાનો પશ્ચાદ્દવર્તી અમલ કરવાના ફરજિયાત કારણો નથી.
આ ચિંતાઓ છતાં રાજ્યો કેટલાંક કેટેગરીના યુગલોની પ્રજનન કરવાની મંજૂરી આપે છે.સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કાયદા હેઠળની વય મર્યાદા એવા યુગલોને લાગુ પડશે નહીં જેમણે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ કાયદા અમલ પહેલા પહેલાં ભ્રૂણ ફ્રીઝિંગ જેવી પ્રક્રિયા શરૂ કરી છે.
હાલના કાયદા મુજબ, સરોગસી માટે, સ્ત્રીની ઉંમર ૨૩ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને પુરુષની ઉંમર ૨૬ થી ૫૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે કાયદા હેઠળની વયમર્યાદા પશ્ચાદ્દવર્તી અસરથી લાગુ કરી શકાય છે કારણ વયની સાથે શુક્રાણી અને ભ્રૂણની ગુણવત્તામાં ઘટાડો થતો હોય અને તેનાથી સરોગેસી મારફત જન્મેલા બાળકને અસર થઈ શકે છે.
જોકે કોર્ટે જણાવ્યું હતું કે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ પહેલા, સરોગસી ઇચ્છતા યુગલો પર વયમર્યાદા અંગે કોઈ બંધનકર્તા કાયદા કે પ્રમાણપત્રો નહોતા. વધુમાં હિન્દુ દત્તક અને મેન્ટેનન્સ ધારા ૧૯૫૬ની જોગવાઈઓ હેઠળ બાળકોને દત્તક લેવા માંગતા યુગલો માટે કોઈ વય પ્રતિબંધ નથી સર્વાેચ્ચ અદાલતે સરોગસી (નિયમન) ધારા, ૨૦૨૧ની એક જોગવાઈ સામેની અરજીની સુનાવણી કરી રહી હતી.
આ જોગવાઈ મુજબ ઇચ્છુક દંપતીએ “પાત્રતા પ્રમાણપત્ર” મેળવવું પડશે કે તેઓ તેઓ પરિણીત છે અને સ્ત્રીના કિસ્સામાં ઉંમર ૨૩ થી ૫૦ વર્ષ અને પુરુષના કિસ્સામાં ઉંમર ૨૬થી ૫૫ વર્ષ છે.SS1MS