મમતા સરકારે ‘જીવલેણ’ કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો

મુંબઈ, પશ્ચિમ બંગાળ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન એ રાજ્યમાં કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ અને ખરીદીને તાત્કાલિક ધોરણે રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના ગુરુવારે તમામ છૂટક અને જથ્થાબંધ દવા વિક્રેતાઓને જારી કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં આ સિરપનું સેવન કરવાથી કથિત રીતે અનેક બાળકોના મૃત્યુ થયાના અહેવાલો બાદ તકેદારીના પગલાં તરીકે આ કાર્યવાહી કરવામાં આવી છે. બીસીડીએના સચિવ પૃથ્વી બસુએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિવારક પગલાંના ભાગરૂપે કરવામાં આવી છે.
જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે મધ્ય પ્રદેશ સાથે સંકળાયેલી સિરપની બેચ બંગાળમાં આવી નથી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થના પ્રિન્સિપાલ ડો. જયદેબ રોયે આંતરિક તારણોનો હવાલો આપતા જણાવ્યું છે કે સિરપમાં ડાઇએથિલીન ગ્લાયકોલ અને એથિલીન ગ્લાયકોલની હાજરી હોવાની શંકા છે. આ બંને રસાયણો તીવ્ર કિડનીને નુકસાન પહોંચાડવા માટે જાણીતા છે.
નોંધનીય છે કે આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી.રિપોટ્ર્સ સૂચવે છે કે વિવાદિત કફ સિરપમાં પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને સોર્બિટોલ જેવા રસાયણો હોય છે. આ ઘટના બાદ, પશ્ચિમ બંગાળ રાજ્ય ઔષધિ નિયંત્રણ બોર્ડે સખત પગલાં લીધા છે.
બોર્ડે દવા ઉત્પાદકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સિરપ બનાવવા માટે આ તમામ સામગ્રી ફક્ત મંજૂર વિક્રેતાઓ પાસેથી જ ખરીદવામાં આવે. આ સાથે જ, આ સામગ્રીઓને સર્ટિફાઇડ લેબમાં ટેસ્ટ કરાવવી પડશે અને તેનો રિપોર્ટ લાઇસન્સિંગ ઓથોરિટીને જમા કરાવવો ફરજિયાત છે.
બાળરોગ નિષ્ણાતો ભારપૂર્વક ચેતવણી આપે છે કે કફ સિરપનો મનસ્વી ઉપયોગ બાળકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે સિરપના કારણે કફ પાતળો થઈ જાય તો પણ નાના બાળકો ઘણીવાર તેને બહાર કાઢી શકતા નથી.
ડોક્ટરની સલાહ વિના આવી દવાઓ આપવી જીવલેણ બની શકે છે. તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને કે અન્યના કહેવાથી દવા ખરીદવાના વધતા વલણને પણ ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે.SS1MS