પ્રિયંકાએ કરવાચોથની મહેંદીમાં નિક જોનાસનું નામ લખાવ્યું

મુંબઈ, પ્રિંયંકા ચોપરાએ કરવાચોથની તૈયારીઓ શરૂ કરી દીધી છે, તે દર વર્ષે પતિ માટે વ્રત રાખે છે. હાલ તે ફિલ્મના શૂટિંગના કારણે ભારત અને યૂએસ વચ્ચે પોતાનો સમય વેંચી રહી છે, તે પોતાની દરેક સફરની ઝલક સોશિયલ મીડિયા પર બતાવતી રહે છે, ત્યારે તેણે કરવાચોથની તૈયારીની પણ તસવીરો શેર કરી છે.
પ્રિયંકાએ કરવાચોથ નિમિત્તે હાથમાં મહેંદી મુકાવી છે, જે બિલકુલ બારીક અને નાની નાની ડિઝાઇન સાથે મુકાઈ હોવા છતાં તેણે પરંપરા નિભાવી તેથી સોશિયલ મીડિયામાં તેના વખાણ થઈ રહ્યા છે.
તેમાં પણ ખાસ તો તેણે પોતાની મહેંદીમાં હિન્દી ભાષામાં નિક જોનાસનું નામ લખાવ્યું છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રિયંકા દર વર્ષે યૂએસમાં પોતાના પરિવાર સાથે કરવાચોથ ઉજવે છે, છતાં તે વિદેશમાં પણ પોતાની પરંપરા અને રીવાજો નીભાવવાનું ચૂકતી નથી.ખાસ તો આ વખતે પ્રિયંકાની દિકરી માલતી મેરી ચોપરા જોનાસે પણ ઉજવણીમાં સાથે આપીને હાથમાં મહેંદી મુકાવી છે.
પોતાની ત્રણ વર્ષની દિકરીના નાના નાના મહેંદીવાળા હાથનો ફોટો પણ પ્રિયંકાએ શેર કર્યાે હતો.થોડાં વખત પહેલાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ અલગ ધર્મ છતાં તેનાં અને નિકના આધ્યાત્મિક વિચારો વિશે વાત કરી હતી.
પ્રિયંકાએ કહ્યું હતું, “આધ્યાત્મિક રીતે મારે અને નિકને સારો મેળ આવે છે, અમે બંને એકબીજાની શ્રદ્ધા સાથેના સંબંધો અને લાગણીઓ સમજીએ છીએ.
બિલકુલ અમારો બંનેનો ઉછેર અલગ ધર્મમાં થયો છે. હું એવું માનું છું કે સમયાંતરે ધર્મ ઇશ્વર સુધી જવાનો એક નકશો છે, તેથી તમે ગમે તે ધર્મના હોય અને ગમે તેમાં તમારો ઉછેર થયો હોય, આપણે બધા એક ઉપરની શક્તિ તરફ આગળ વધીએ છીએ, અમે બંને આમાં માનીએ છીએ.”SS1MS