રણવીરે ‘ધુરંધર’નું શૂટિંગ પૂરું કર્યું, ૧૨ ઓક્ટોબરે અક્ષય ખન્ના ફિલ્મ પૂરી કરશે

મુંબઈ, જ્યારથી ‘ધુરંધર’ની સ્ટાર કાસ્ટના ફોટો સોશિયલ મીડિયા પર જાહેર થયા ત્યારથી જ આ ફિલ્મ અંગે ચર્ચા અને ઉત્સુકતા છે. ત્યાર બાદ જ્યારે રણવીર સિંહના પાત્રની સાથે અન્ય પાત્રોની ઝલક આપતું ૨ મિનિટ અને ૩૯ સેકન્ડનું ટીઝર લોંચ કરવામાં આવ્યું, ત્યારથી આ ફિલ્મ વિશે ઘણો ઉત્સાહ અને ચર્ચા છે.
રણવીરસિંહના બોલ્ડ અને એનર્જેટિક અવતારથી લઇને સંજય દત્તની ઇન્ટેન્સ સ્ટાઇલની ચર્ચાઓ રહી છે. આ ફિલ્મની રિલીઝની ઘણી રાહ જોવાઈ રહી છે.
હવે એવા અહેવાલો છે કે, રણવીરે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દીધું છે અને ૧૨ ઓક્ટબરે અક્ષય ખન્ના આ ફિલ્મનું અંતિમ શૂટિંગ કરશે અને ફિલ્મ પુરી થશે. મેકર્સ ૫ ડિસેમ્બરે ફિલ્મ રલીઝ કરવાની તૈયારીઓ પૂર જોશમાં કરી રહ્યા છે.ફિલ્મ સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, “આ ફિલ્મમાં રણવીર સિંહ ક્યારેય જોવા ન મળ્યો હોય એવા અવતારમાં જોવા મળશે.
તેણે પણ આ રોલ માટે પોતાની જાત પર ઘણી મહેનત કરી છે, જેમાં એક અંધારી અને લાલચભરી દુનિયામાં ગુનાઓની દુનિયામાં ફિલ્મની સ્ટોરી આકાર લે છે. રણવીરે પોતાનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે અને જ્યારે અક્ષય ખન્ના તેનો ભાગ ૧૨ ઓક્ટોબર સુધીમાં પુરો કરશે. ધુરંધરનું કામ યોગ્ય ગતિએ ચાલે છે અને ૫ ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. દિવાળી પર આ ફિલ્મનું માર્કેટિંગ શરૂ થશે.
ટીમ પાસે એક વિસ્તૃત પ્રમોશન પ્લાન છે, જેનો તેઓ દિવાળીના તહેવારના દિવસોમાં લાભ લઇ શકે. ફિલ્મનાં નવા પોસ્ટર, ગીત અને ટીઝર એક પછી એક જાહેર થશે.”
આ પહેલાં રણવીરની રોકી ઔર રાની કી પ્રેમ કહાની આવી હતી, તેનાં કરતાં આ ફિલ્મમાં તેનો રોલ બિલકુલ અલગ છે, તેથી તેના ફૅન્સ પણ આ ફિલ્મ બાબતે ઘણા ઉત્સાહમાં છે.
આ ફિલ્મથી ભારતીય જાસુસી સંસ્થા રોને એક અંજલિ આપવાની કોશિશ કરવામં આવશે, આ ફિલ્મ એવા અધિકારીઓને સમર્પિત છે, જેઓ ક્યારેય લોકોની નજરમાં હિરો તરીકે દેખાતા નથી.
આ ફિલ્મ આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી એક ઇન્ટેલિજન્સના ઓપરેશન પરની એક્શન ફિલ્મ છે, જેમાં અક્ષય ખન્ના, સંજય દત્ત, આર.માધવન, અર્જૂન રામપાલ, સારા અર્જૂન અને રાકેશ બેદી પણ મહત્વના રોલમાં છે.SS1MS