તારક મહેતા છોડ્યાનાં પાંચ વર્ષ બાદ નેહા મહેતાનું ટીવીમાં કમબૅક

મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવો અતિલોકપ્રિય શો છોડ્યા પછી પાંચ વર્ષના લાંબા વિરામ બાદ ફરી એક વખત નેહા એસકે મહેતા, એટલે કે સિરીયલના તારક મહેતાની પત્ની અંજલી તારક મહેતા હવે ‘ઇત્તી સી ખુશી’ સિરીયલથી ટીવીમાં કમબૅક કરી રહી છે.
આ સિરીયલમાં તે હેત્તલ કાઠિયાવાડીના રોલમાં જોવા મળશે, જેનું એક એવું જીવંત વ્યક્તિત્વ છે કે, તે પડદા પર રંગત લાવી દેશે. આ સિરીયલમાં નેહાના પાત્રની એન્ટ્રીના પ્રોમો આવવાના શરૂ થયા છે અને તે જોઈને એવું લાગે છે કે તેના આવવાથી શોમાં નવી તાજગી અને નવો ડ્રામા જોવા મળશે.
આ પાત્ર વિશે વાત કરતા નેહા મહેતાએ જણાવ્યું, “એ બહુ વાતોડી, દેખાડો કરવાની આદતવાળી, પોતાનામાં જ મશગૂલ, હંમેશા લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયત્નો કરતી અને પોતાની ફેશન અને સ્ટાઇલનો પ્રભાવ પાડવા મથતી મહિલા છે.
તેના હંમેશા અમીર હોવાની છાપ જાળવી રાખવાના પ્રયત્નોને કારણે તે શોમાં ધમાલ અને રમુજ લઇને આવશે.”ટીવી પર પાછા આવવાના નિર્ણય અંગે નેહા મહેતાએ જણાવ્યું, “મેં વિવિધ કારણોસર આ રોલ સ્વીકાર્યાે છે. મેં જે ચેનલ પર પહેલાં કામ કર્યું છે, ત્યાં પાછી ફરીશ, આ પાત્ર ઘણું રસપ્રદ છે.
તેનાથી મને લોકોને કશુંક કહેવાની તક મળશે અને અને લોકોને આ માધ્યમથી હું કશુંક શીખવી શકીશ. હું એ જોવા આતુરક છું કે લોકો તેને કેવો પ્રતિસાદ આપે છે.”SS1MS