બેંક ઓફ ઈન્ડિયાએ ભાગીદારીમાં બે નવા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા

બેંક ઓફ ઈન્ડિયાએ ચાર મોટા લોન્ચની જાહેરાત કરીને તેની નવીનતાની શક્તિને મજબૂત બનાવી
મુંબઈ, બેંક ઓફ ઈન્ડિયાએ સુરક્ષા, સુગમતા અને બેંકિંગમાં સમાવેશતા વધારવાના ઉદ્દેશ્યથી ચાર અનન્ય પ્રકારની પ્રોડક્ટ્સ અને પહેલ લોન્ચ કરીને ડિજિટલ ઇનોવેશન તથા ગ્રાહક કેન્દ્રિત ઉકેલોની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2025 દરમિયાન આ લોન્ચ કરવામાં આવ્યા હતા જ્યાં બેંકે તેના આકર્ષક તથા ઇન્ટરેક્ટિવ બૂથ સાથે મજબૂત છાપ છોડી હતી.
બેંકના બૂથનું મુંબઈમાં એમઈએ બ્રાન્ચના હેડ તથા રિજનલ પાસપોર્ટ ઓફિસર આઈએફએસ ડો. અર્જુન દેઓરેએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એમડી તથા સીઈઓ શ્રી રજનીશ કર્ણાટક તથા બેંકના સિનિયર લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. દેઓરે આજના બદલાતા નાણાંકીય ક્ષેત્ર સાથે સંલગ્ન હોય તેવા અત્યાધુનિક સોલ્યુશન્સ રજૂ કરવામાં તથા ડિજિટલ ઇનોવેશનને આગળ ધપાવવામાં બેંકની લીડરશિપની પ્રશંસા કરી હતી.
મુખ્ય લોન્ચ પૈકીનું એક હતું પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ (પીઓસી) સોલ્યુશન જે છેતરપિંડી કરતા લોકોને સોશિયલ એન્જિનિયરિંગ કે છેતરપિંડીભર્યા કૉલ્સ થકી મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન્સ પર રજિસ્ટ્રેશન કરતા અટકાવે છે. પીઓસીનું ઉદ્ઘાટન શ્રી અતુલ કુમાર ગોયલ, સીઈ, આઈબીએ દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે આ પહેલને બેંકિંગ સેક્ટર માટે સંભવિત ગેમ ચેન્જર ગણાવી હતી અને તેના સૌથી મહત્વના સાયબરસિક્યોરિટી પડકારો પૈકીના એક પડકારનો ઉકેલ રજૂ કર્યો હતો.
બેંકે મોબાઇલ ફોન થકી સ્માર્ટ-વેલ્યુ પેમેન્ટ્સ માટે એનપીસીઆઈના બાયોમેટ્રિક આધારિત યુપીઆઈ વ્યવહારો રજૂ કર્યા હતા. આ સોલ્યુશન યુપીઆઈ પિન દાખલ કરવાની કંટાળાજનક પ્રક્રિયા દૂર કરીને અને વ્યવહારના સમયમાં 20 ટકા સુધીનો ઘટાડો કરીને યુઝરની સફરને સરળ બનાવે છે, જેનાથી એકંદર પેમેન્ટ અનુભવમાં સુધારો થાય છે.
આ ઉપરાંત, બેંકે રૂપે સાથેની ભાગીદારીમાં બે નવા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ ઓફરિંગ પણ રજૂ કરી હતી, જે નીચે મુજબ છેઃ સેલેસ્તિયા, એક પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ જે ઉચ્ચ મૂલ્ય ધરાવતા ગ્રાહકો માટે બનાવવામાં આવ્યું છે જે રૂ. 1.5 લાખ સુધીના લાભો પૂરા પાડે છે.
લક્ષ્મી ક્રેડિટ કાર્ડ, જે માત્ર મહિલા ગ્રાહકો માટે ખાસ બનાવવામાં આવેલું કાર્ડ છે જે બધાથી અલગ પ્રકારનો અને સશક્ત બનાવે તેવો અનુભવ પૂરો પાડે છે.
નાણાંકીય સમાવેશકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, બેંક ઓફ ઈન્ડિયાએ ડિજિટલ નારી પહેલ હેઠળ બિઝનેસ કોરસપોન્ડન્ટ સર્વિસીઝ મેળવવા માટે PayNearby ટેક્નોલોજીસ સાથે એક એમઓયુ પણ કર્યો હતો. શ્રી અતુલ કુમાર ગોયલ, શ્રી રજનીશ કર્ણાટક, શ્રી સુબ્રત કુમાર, શ્રી રાજીવ મિશ્રા, શ્રી અશોક પાઠક અને શ્રી આનંદ બજાજની હાજરીમાં આ એમઓયુ કરવામાં આવ્યો હતો. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી ભારતમાં મહેનતુ મહિલાઓને સશક્ત બનાવવાનો છે, જે ભારત સરકારના સમાવેશક તથા સુલભ બેંકિંગના વિઝનને ટેકો આપે છે.
ફિનટેક ઇકોસિસ્ટમ સાથેના જોડાણના ભાગ રૂપે, બેંકે ફિનશિલ્ડ હેકાથોન 2025ના વિજેતાઓએ તૈયાર કરેલા પ્રોટોટાઇપ સોલ્યુશન્સના લાઇવ ડેમોસ્ટ્રેશન્સ પણ રજૂ કર્યા હતા. આઈઆઈઆઈટી કોટ્ટાયમ અને આઈઆઈપીઈના વિદ્યાર્થીઓએ આ પ્લેટફોર્મ પર તેમના નવીનતમ વિચારો રજૂ કર્યા હતા, જે ફાઇનાન્શિયલ ટેકનોલોજીના ભવિષ્યને આકાર આપવામાં Gen Z પ્રતિભાની સંભાવનાને દર્શાવે છે.
બેંકના વિવિધ લોન્ચિંગ અને પહેલમાં મુલાકાતીઓએ નોંધપાત્ર રસ દર્શાવ્યો હતો, જેમાં બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોર્ડ સભ્ય શ્રીમતી વેણી થાપર અને ઘણા ફિનટેક અગ્રણીઓ અને ઉદ્યોગના સહભાગીઓ સમાવિષ્ટ હતા.