Western Times News

Gujarati News

નવી 201 એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રીએ

નવી બસોમાં ૧૩૬ સુપર એક્સપ્રેસ૬૦ સેમી લક્ઝરી અને ૫ મીડી બસોનો સમાવેશ- દિવાળીના તહેવારમાં સુદ્રઢ યાતાયાત સુવિધા  સુનિશ્ચિત કરવા ૪,૨૦૦ એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ

એસ.ટી.નિગમ પ્રતિદિન ૮,૦૦૦થી વધુ બસોના  સંચાલન થકી ૨૭ લાખથી વધુ મુસાફરોને યાતાયાત સેવાઓ પૂરી પાડે છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાનીસમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજીમાળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની નવી ૨૦૧ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૧૩૬ સુપર એક્સપ્રેસ૬૦ સેમી લક્ઝરી અને ૫ મીડી બસોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રીએ બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા ૪,૨૦૦ બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે ૨૮,૦૦૦થી વધુપવાગઢ આસો નવરાત્રિ માટે ૨૨,૦૦૦થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ૭,૦૦૦થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કેગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો દ્વારા પ્રતિદિન ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના ૨૭ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.

આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલજિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્યશ્રી જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chief Minister Bhupendra Patel today flagged off a total of 201 new buses belonging to the Gujarat State Road Transport Corporation (GSRTC) from Gandhinagar, with the aim of making bus services more convenient for citizens.

The fleet, set to travel on various routes across the state, includes 136 Super Express buses, 60 Semi-Luxury buses, and 5 Midi buses. The Chief Minister, accompanied by Minister of State for Transport Harsh Sanghavi and other dignitaries, waved the green flag to commence the services, marking a significant step toward improving public transportation and passenger comfort in Gujarat.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.