Western Times News

Gujarati News

100 વર્ષ જૂના સારંગપુર રોડ ઓવરબ્રિજનું પુનર્નિર્માણ કાર્ય ઝડપી પ્રગતિ પર

સારંગપુર રોડ ઓવરબ્રિજના પુનર્નિર્માણથી ટ્રાફિક વધુ સુગમ બનશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. પુનર્વિકાસ કાર્ય અંતર્ગત સારંગપુર રોડ ઓવરબ્રિજ (ROB)નું પુનર્નિર્માણ કાર્ય પણ ઝડપી પ્રગતિ પર છે. આ પુલ અમદાવાદ (કાલુપુર) સ્ટેશનના દક્ષિણ દિશામાં આવેલો છે અને અંબેડકર ચોકને પશ્ચિમ દિશામાં તેમજ રખિયાલ રોડને પૂર્વ દિશામાં જોડે છે. 

લગભગ 100 વર્ષ જૂના આ પુલના પુનર્નિર્માણનું કાર્ય જાન્યુઆરી 2025માં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) ને સોંપવામાં આવ્યું હતું. પુનર્નિર્માણ બાદ રેલવે ભાગમાં લેનની સંખ્યા વધારીને છ કરવામાં આવશેજેથી વાહનવ્યવહાર વધુ સુવિધાજનક બનશે અને ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પુલ અમદાવાદ સ્ટેશનના આવનારા એલિવેટેડ રોડ નેટવર્ક સાથે પણ જોડાશેજેના કારણે મુસાફરો તથા નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે.

આ પુલની કુલ લંબાઈ બે ભાગોમાં વિભાજિત છે — એપ્રોચની લંબાઈ 497 મીટર અને રેલવે સ્પેનની લંબાઈ 138 મીટર છેજેમાં 107 મીટરનો સિંગલ સ્પેન બો-સ્ટ્રિંગ ગર્ડર બ્રિજનો સમાવેશ થાય છે. જૂના એપ્રોચ તથા રેલવે સ્પેનને દૂર કરવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કાર્ય અત્યંત પડકારજનક હતુંજેને રેલવે સંચાલનને અસર કર્યા વગર ટ્રાફિક બ્લોક દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

હાલમાં કાર્ય ઝડપી પ્રગતિ પર છે — 132 પાઇલિંગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, 23માંથી 18 પિલર તૈયાર થઈ ગયા છે અને 76માંથી 44 ગર્ડર કાસ્ટ થઈ ચૂક્યા છે. સમગ્ર પ્રોજેક્ટનું કામ ઑગસ્ટ 2026 સુધી પૂર્ણ થવાની સંભાવના છે.

આ પુલના નિર્માણથી અમદાવાદ સ્ટેશન વિસ્તારનું ટ્રાફિક મેનેજમેન્ટ વધુ આધુનિકસુરક્ષિત અને સુગમ બનશે. મુસાફરોસ્થાનિક નાગરિકો તથા વાહન ચાલકોને નિરાંતે અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. RLDA આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને નક્કી કરાયેલા 18 મહિનાના ગાળામાં પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છેજેથી અમદાવાદ શહેરમાં વધુ સારી શહેરી કનેક્ટિવિટી અને સુગમ વાહનવ્યવહાર સુનિશ્ચિત થઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.